11 ફુટ ઊંચા વાંસ પર વૉટર સ્કીઇંગ

24 July, 2020 07:03 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

11 ફુટ ઊંચા વાંસ પર વૉટર સ્કીઇંગ

વૉટર સ્કીઇંગ

અમેરિકાના મિનેસોટાના બ્રેઇનેર્ડમાં રહેતા ૩૦ વર્ષના ક્રિસ ડેન્સને વૉટર સ્કીઇંગનો ઘણો શોખ છે. ક્રિસ એ શોખમાં અનેક અખતરા પણ કરે છે. તાજેતરમાં ભાઈસાહેબે ૧૧ ફુટ ઊંચા વાંસડાના સ્ટિલ્ટ પહેરીને વૉટર સ્કીઇંગનો વિશ્વવિક્રમ કર્યો હતો. આપણે સામાન્ય રીતે સર્કસના જોકર કે રસ્તા પર ખેલ કરનારાને ઊંચા વાંસડા પગમાં બાંધીને ચાલતા જોઈને અચરજ પામીએ છીએ, પરંતુ પાણીમાં એ રીતે સ્કીઇંગ કરવું અનેકગણું વધારે જોખમી હોવાથી હિંમત અને સાહસવૃત્તિ જબરદસ્ત હોય તો જ એ કરી શકાય છે.

આ પણ વાંચો : આગથી બચવા ત્રીજા માળેથી બાળકોએ છલાંગ લગાવી અને પછી થયું આવું

અત્યાર સુધી ૧૦.૫ ફુટના સ્ટિલ્ટ પહેરીને વૉટર સ્કીઇંગ કરવાનો વિશ્વ વિક્રમ ગ્લેન પેરીના નામે હતો. અગાઉનો ૮ ફુટના સ્ટિલ્ટ પહેરીને વૉટર સ્કીઇંગ કરવાનો વિક્રમ પણ ગ્લેન પેરીના નામે હતો. પેરીએ ૮ ફુટ ઊંચા સ્ટિલ્ટ પહેરીને વૉટર સ્કીઇંગ કર્યું હતું. એ ઘટનાનો વિડિયો જોઈને ક્રિસને સ્ટિલ્ટ પહેરીને વૉટર સ્કીઇંગ કરવાની પ્રેરણા મળી હતી. ક્રિસે ૩.૫ ફુટના સ્ટિલ્ટથી શરૂઆત કરી અને પછી ૬.૫ ફુટના સ્ટિલ્ટ પહેરીને વૉટર સ્કીઇંગ કર્યું. એ બધા લાંબા વખતના રિયાઝ પછી ૧૧ ફુટના સ્ટિલ્ટનો પ્રયોગ શરૂ કર્યો હતો. બ્રેઇનેર્ડ સ્કી લૂન્સ વૉટર સ્કી શો ટીમના સ્થાપક સભ્ય ક્રિસ ડેન્સ આવતા વર્ષના ઉનાળામાં યોજાનારા વાર્ષિક વૉટર સ્કી શોમાં સ્ટિલ્ટ વૉટર સ્કીઇંગ ઉમેરવાની તૈયારી કરે છે.

united states of america offbeat news hatke news international news