ભાભીજી પાપડનું માર્કેટિંગ કરવાનું કેન્દ્રીય પ્રધાનને બહુ ભારે પડ્યું

25 July, 2020 07:23 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભાભીજી પાપડનું માર્કેટિંગ કરવાનું કેન્દ્રીય પ્રધાનને બહુ ભારે પડ્યું

ભાભીજી પાપડનું માર્કેટિંગ કરતા પ્રધાન અર્જુન રામ મેઘવાલ

કેન્દ્રના પ્રધાન અર્જુન રામ મેઘવાલે પાપડ ખાવાથી શરીરમાં કોરોના વિષાણુના ઍન્ટિબૉડીઝ પેદા થતા હોવાનું જણાવ્યા પછી સોશ્યલ મીડિયા પર તેમની મશ્કરી શરૂ થઈ ગઈ છે. સંસદીય બાબતો અને ભારે ઉદ્યોગોના વિભાગના પ્રધાન અર્જુન રામ મેઘવાલે તાજેતરમાં પાપડની બ્રૅન્ડ ‘ભાભીજી’ લૉન્ચ કરી હતી. એ બ્રૅન્ડ લૉન્ચ કરતી વેળાના ઇન્ટરનેટ-સોશ્યલ મીડિયા પર ફરતા વિડિયોમાં મેઘવાલે કહ્યું હતું કે ‘આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ ‘ભાભીજી’ પાપડ લૉન્ચ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : બેલ્જિયમનો કલાકાર બનાવે છે કોઈ જોઈ ન શકે એવાં સીક્રેટ ટૅટૂ

પાપડ ખાવાથી કોરોના વાઇરસ સામે લડવાના ઍન્ટિબૉડીઝ ડેવલપ કરી શકાય છે.’ એ વિડિયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરાયા પછી લોકોએ કેન્દ્રના પ્રધાનના પાપડતોડ દાવાની મશ્કરી કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી. લોકોએ એ પોસ્ટની કમેન્ટ્સમાં પાપડ ખાઓ-કોરોના ભગાઓ, ભાગ કોરોના ભાગ અને કોરોના કા દુશ્મન હૈ પાપડ વગેરે અનેક મજાક-મશ્કરીરૂપ સૂત્રો લખાયાં હતાં.

offbeat news hatke news national news