કર્ણાટકના કોવિડ સેન્ટરમાં શરૂ થઈ મિની-લાઇબ્રેરી

13 October, 2020 07:17 AM IST  |  Karnataka | Gujarati Mid-day Correspondent

કર્ણાટકના કોવિડ સેન્ટરમાં શરૂ થઈ મિની-લાઇબ્રેરી

મિની-લાઇબ્રેરી

કોરોનાના ઇલાજ માટે ઊભા કરવામાં આવેલા સ્પેશ્યલ સેન્ટરોમાં દરદીઓ આઇસોલેશન દરમ્યાન ખુશ રહે અને કંઈક ક્રીએટિવ કામોમાં વ્યસ્ત રહે એ માટે જાતજાતના પ્રયોગો થાય છે. ક્યાંક કોઈક ક્રિકેટ રમતું હોય છે તો ક્યાંક કોઈ ગીતો અને ડાન્સ પર ઝૂમતા જોવા મળે છે.

કર્ણાટકમાં શિવામોગા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસઅને મૅકગૅન ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલ્સમાં કોરોનાથી રિકવર થઈ રહેલા દરદીઓ માટે ખાસ નાનકડી લાઇબ્રેરી તૈયાર કરવામાં આવી છે. આ બન્ને હૉસ્પિટલના ડિરેક્ટર ડૉ. શ્રીધરના કહેવા મુજબ સ્વજનોથી દૂર રહીને બીમારી સામે લડતી વખતે દરદીઓમાં અજીબ સ્ટ્રેસ ઊભો થતો હોય છે. તેમનું મગજ કોઈક પૉઝિટિવ વિચારોમાં વળે તો આપમેળે બૉડીમાં રિલૅક્સ્ડ માહોલ  ઊભો થાય છે જે ઝડપી રિકવરીમાં મદદરૂપ થાય છે. રીડિંગ એમાં બહુ મહત્ત્વનો ફાળો આપતું હોવાથી આ બન્ને સેન્ટરોમાં નાની લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે જેમાં લગભગ ૧૦૦૦ જેટલાં પુસ્તકો અવેલેબલ છે. 

karnataka offbeat news hatke news national news