મિગ-23 ઓએલએક્સ પર વેચાવા મુકાતાં ખળભળાટ મચ્યો

05 August, 2020 07:14 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મિગ-23 ઓએલએક્સ પર વેચાવા મુકાતાં ખળભળાટ મચ્યો

મિગ-૨૩ ઓએલએક્સ પર વેચાવા મુકયું

કારગિલ યુદ્ધમાં સામેલ થઈ ચૂકેલું રિટાયર્ડ મિગ-૨૩ વિમાન ભારતીય હવાઈ દળે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને ભેટ આપ્યું હતું. એ વિમાન ૯.૯૯ કરોડ રૂપિયામાં વેચવાની ઍડ્વર્ટાઇઝમેન્ટ ઑનલાઇન ખરીદ-વેચાણ માટેની વેબસાઇટ ઓએલએક્સ પર આપવામાં આવી હતી. જોકે એ બાબત યુનિવર્સિટીના અધિકારીઓના ધ્યાનમાં આવતાં તેમણે પોલીસ અને કલેક્ટર ઑફિસના ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી વિભાગને એની જાણ કરી હતી. થોડા વખતમાં ઓએલએક્સ પરથી એ ઍડ્વર્ટાઇઝમેન્ટ ડિલીટ કરવામાં આવી હતી. એ મિગ-૨૩ વિમાનને ૧૯૮૧ની ૨૪ જુલાઈએ ભારતીય હવાઈ દળમાં સામેલ કરવામાં આવ્યું હતું અને ૨૮ વર્ષ કાર્યરત રખાયા પછી ૨૦૦૯માં એ વિમાનને રિટાયર કરવામાં આવ્યું

ઓએલએક્સ વેબસાઇટ પર મિગ-૨૩-બીએન વિમાનનો ફોટોગ્રાફ મૂકીને એની નીચે ડિસ્ક્રિપ્શનમાં ‘બેસ્ટ ફાઇટર ઍરક્રાફ્ટ’ અને કિંમતમાં ૯.૯૯ કરોડ રૂપિયા લખવામાં આવ્યું હતું. એ બાબત યુનિવર્સિટીના અધિકારીઓના ધ્યાનમાં આવતાં પોલીસ અને જિલ્લા-પ્રશાસનને જાણ કરવા ઉપરાંત ઍડ્વર્ટાઇઝમેન્ટ કોણે મૂકી એની તપાસ શરૂ કરી હતી. યુનિવર્સિટી-પ્રશાસન તરફથી પ્રોક્ટર પ્રોફેસર મોહમ્મદ વસીમ અલીએ જણાવ્યું હતું કે ‘યુનિવર્સિટી કૅમ્પસમાં મૂકવામાં આવેલા વિમાનને વેચવાની જાહેરખબર - ઍડ્વર્ટાઇઝમેન્ટ ઓએલએક્સ પર પોસ્ટ કરવાનું પગલું અયોગ્ય હતું. ઍડ્વર્ટાઇઝમેન્ટ અપલોડ કરવામાં અમારા હાલના કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાંથી કોઈ પણ સંડોવાયેલા નથી. અમે તપાસનો આદેશ આપ્યો છે. તપાસમાં જે દોષી પકડાશે તેની સામે કાયદેસરનાં પગલાં લેવામાં આવશે.

kargil offbeat news hatke news national news