103 વર્ષનાં આ બાએ ટૅટૂ કરીને તેમની વિશલિસ્ટ પૂરી કરી

12 August, 2020 08:15 AM IST  |  Michigan | Gujarati Mid-day Correspondent

103 વર્ષનાં આ બાએ ટૅટૂ કરીને તેમની વિશલિસ્ટ પૂરી કરી

આ દાદીએ 103 વર્ષે ટૅટૂ કર્યું

દરેકના જીવનમાં કોઈ એવી ઇચ્છા હોય છે જે પૂરી કરવા માટે તેમને ઉંમરના સીમાડા નડતા નથી. અમેરિકાના મિશિગનમાં રહેતાં ૧૦૩ વર્ષનાં ડોરોથી પૉલેક નામનાં માજીએ તેમનું વર્ષોજૂનું સપનું તાજેતરમાંપૂરું કર્યું હતું. આ સપનું હતું હાથ પર ટૅટૂ ચીતરાવવાનું. તેમણે પોતાની આ વિશ હાલમાં જ ગયેલા જન્મદિવસે પૂરી કરીને હાથમાં દેડકાનું કાયમી ટૅટૂ ચીતરાવી લીધું.

જોકે માજીએ કોરોના વાઇરસના ચેપને કારણે નર્સિંગ હોમમાં લાંબો સમય આઇસોલેશનમાં રહેવું પડ્યું હતું. લાંબો સમય આઇસોલેશનમાં રહેવાથી તેઓ ખૂબ હતાશા અનુભવી રહ્યાં હતાં. તેમની દીકરીનું કહેવું છે કે અમે તેમને આવી હતાશ હાલતમાં ક્યારેય જોયાં નહોતા. તેમને કઈ રીતે આનંદમાં લાવવા એ પણ અમને સમજાતું નહોતું. આઇસોલેશનને કારણે ડિપ્રેશન લાંબું ન ચાલે એ માટે તેમને નર્સિંગ હોમમાંથી ઘરે જવાની છૂટ આપવામાં આવી હતી.

નર્સિંગ હોમમાંથી રજા મળ્યા પછી થોડા દિવસોમાં તેમને ઘણા સમય પહેલાં ગ્રૅન્ડ સન સાથે થયેલી વાતચીત મુજબ પોતાના હાથ પર ટૅટૂ ચીતરાવવાનો નિર્ણય લીધો હતો તેઓ ટૅટૂ પાર્લર પહોંચ્યાં અને હાથ પર મજાનું દેડકાનું ટૅટૂ કરાવ્યું હતું.

દાદીના હાથ પર ટૅટૂ ચીતરનાર આર્ટિસ્ટનું પણ કહેવું છે કે મેં કદી આટલી મોટી વયની વ્યક્તિના હાથ પર ટૅટૂ ચીતર્યું નહોતું. માજી પણ ટૅટૂની નિડલથી જરાય ડર્યાં નહોતાં.

united states of america michigan offbeat news hatke news international news