100 વર્ષ પહેલાં મોકલેલું હેલોવીન મેસેજવાળું કાર્ડ છેક હમણાં ડિલિવર થયું

14 September, 2020 09:24 AM IST  |  Michigan | Gujarati Mid-day Correspondent

100 વર્ષ પહેલાં મોકલેલું હેલોવીન મેસેજવાળું કાર્ડ છેક હમણાં ડિલિવર થયું

હેલોવીન મેસેજવાળું પોસ્ટકાર્ડ

મિશિગનમાં બ્રિટની કીચ નામની મહિલાના લેટર-બૉક્સમાં તેને એક પોસ્ટકાર્ડ મળ્યું હતું જે ૧૯૨૦ની ૨૯ ઑક્ટોબરે પોસ્ટ કરવામાં આવ્યું હતું. આજના જમાનામાં કોઈ પોસ્ટકાર્ડ મોકલતું ન હોવાથી તેણે તેને જોવા લીધું તો એ કોઈ રૉય મૅક્વિન નામની વ્યક્તિને સંબોધીને લખવામાં આવ્યું હતું.

આ પોસ્ટકાર્ડના મુખ્ય ભાગમાં હેલોવીન થીમ હતી. જેમાં સાવરણી પકડેલી કાળી બિલાડી, હંસ, ઘુવડ, બેટ અને શેરડી સાથેની એક સ્ત્રી અને ચૂડેલની ટોપી હતી અને પોસ્ટકાર્ડની પાછળ જ્યૉર્જ વૉશિંગ્ટનની સ્ટૅમ્પ હતી. ૧૦૦ વર્ષ પહેલાંનું આ પોસ્ટકાર્ડ જેને માટે લખાયું હશે તે તો કદાચ આ પૃથ્વી પર હોય એવી સંભાવના ઘણી ઓછી છે, પરંતુ જો એના કોઈ વંશજોને તેની ઓળખ થાય તો એ વિશે જાણવા તેણે આખો પત્ર સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યો હતો. 

michigan offbeat news hatke news international news