સી પ્લેન દ્વારા બિઅરની ડિલિવરી કરવાનો મિશિગનની બ્રુઅરીનો આઇડિયા હિટ

18 June, 2020 07:25 AM IST  |  Michigan | Gujarati Mid-day Correspondent

સી પ્લેન દ્વારા બિઅરની ડિલિવરી કરવાનો મિશિગનની બ્રુઅરીનો આઇડિયા હિટ

સી પ્લેન

બિઅર અને આલ્કોહૉલ એવી ચીજ છે જે દુનિયાના કોઈ પણ છેડે બેઠેલી વ્યક્તિને ઘેરબેઠાં પહોંચાડો તો તે ખુશ થઈ જ જાય. મિશિગન રાજ્યની એક બિઅર કંપનીએ એ વૉટરફ્રન્ટ પાસે આવેલી કેટલીક દૂરની જગ્યાઓએ પણ માલ પહોંચાડી શકાશે એવી લિમિટેડ ઑફર રજૂ કરી હતી. નવાઈની વાત એ છે કે આ ઑફર બહાર પડતાં જ કંપનીને ઝટપટ ઑર્ડર મળી ગયા હતા. શૉર્ટ્સ બ્રુઇંગ કંપનીના માલિક અને સ્થાપક જો શૉર્ટે ખુદ સી પ્લેનમાં બેસીને આ લોકોને ડિલિવરી કરી હતી. સી પ્લેન દ્વારા ઘેરબેઠાં બિઅરની ડિલિવરી મેળવનારા કસ્ટમર્સ પણ ખુશખુશાલ છે અને હવે ફરી ક્યારે આવી ઑફર ખૂલશે એની રાહમાં છે.

michigan offbeat news hatke news international news