અહીં વરસી રહ્યો છે કોરોના આકારના કરાનો વરસાદ, લોકોમાં ભયનો માહોલ

21 May, 2020 02:00 PM IST  |  Mexico | Gujarati Mid-day Online Correspondent

અહીં વરસી રહ્યો છે કોરોના આકારના કરાનો વરસાદ, લોકોમાં ભયનો માહોલ

કોરોના વાઈરસના આકારના કરા

આખા દેશમાં કોરોના વાઈરસ નામનો આતંક કહેર મચાવી રહ્યો છે, ત્યારે એનાથી બચવા સરકારે લૉકડાઉનની જાહેરાત કરી દીધી છે. હાલ લૉકડાઉનનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે અને લોકો પોતાના ઘરમાં સુરક્ષિત છે. સાથે જ કોરોના વાઈરસનો આંકડો સતત વધી રહ્યો છે. આ વાઈરસને લઈને અનેક જાણકારીઓ સામે આવી છે. હાલ મેક્સિકોમાંથી એક અજીબ કિસ્સો સામે આવી રહ્યો છે. મેક્સિકોમાં આકાશમાંથી કોરોના વાઈરસના આકારના કરા પડ્યા છે. આ કરા જોઈને લોકોના મનમાં ભય ઉત્પન્ન થયો છે અને આશ્ચર્યમાં મૂકાય ગયા છે.

આ ઘટના મેક્સિકોના ન્યૂવો લિયોન રાજ્યના મોન્ટેમોરેલોસમાં થઈ છે. અહીંના લોકોએ સોશિયલ મીડિયા પર આ કોરોના વાઈરસના આકારના કરાના વરસાદની તસવીર શૅર કરી છે. આ તસવીરમાં ગોળ આકારના વાઈરસ જેવા દેખાતા કરા દેખાઈ રહ્યા છે. આ પ્રકારના કરાના વરસાદના કારણે સ્થાનિક લોકો ચિંતિત થઈ ગયા છે. તેઓ આ કરાના વરસાદને લોકો ભગવાનનો પ્રકોપ સમજી રહ્યા છે. આ પ્રકારના કરાનો વરસાદ ફક્ત મેક્સિકોમાં થાય છે. સોશિયલ મીડિયા પર દુનિયાભરના અનેક વિસ્તારના લોકોએ આ કોરોના વાઈરસના આકારના વરસાદની તસવીર શૅર કરી છે.

એક ટ્વીટર યૂઝરે સાઉદીમાં આ પ્રકારનાં કરાનાં વરસાદની જાણકારી આપી છે. જો કે હવામાન વિભાગનાં જાણકારો જણાવી રહ્યા છે કે આ પ્રકારનાં કરાનો વરસાદ થવો સામાન્ય વાત છે. વધારે વાવાઝોડા-તોફાનમાં આવા કરા મોટા આકારનાં હોય છે. અનેકવાર તેઓ એકબીજા સાથે ટકરાઈ જાય છે અથવા જોડાઈ જાય છે. આના કારણે પણ તેમનો આકાર આવો થઈ જાય છે. આમા ડરવાની કોઈ વાત નથી.

બરફનાં ટૂકડા એકબીજા સાથે ટકરાતા અને એકબીજા સાથે જોડાવાથી કરાનો આકાર આવો થઈ જાય છે, પરંતુ મેક્સિકોનાં લોકો ભય દેખાઈ રહ્યો છે. કોરોના વાઈરસ સંક્રમણનાં ડરથી તેઓ પહેલાથી જ ઘરોમાં કેદ છે. આ નવી મુશ્કેલીનાં વરસાદે તેમને વધારે ચિંતિત કરી દીધા છે.

mexico offbeat news hatke news international news