ડૉક્ટરોને સધિયારો આપે છે આ ડૉગી, હૉસ્પિટલમાં એને માટે ખાસ સુવિધા છે

31 March, 2020 10:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડૉક્ટરોને સધિયારો આપે છે આ ડૉગી, હૉસ્પિટલમાં એને માટે ખાસ સુવિધા છે

ડૉક્ટરોને સધિયારો આપે છે આ ડૉગી

દુનિયાના દરેક દેશમાં હજારોની સંખ્યામાં ડૉક્ટરો પોતાના જીવને દાવ પર લગાડીને કોરોનાના દરદીઓની સારવાર કરી રહ્યા છે. લાંબા કલાકો કામ કર્યા પછી તેઓ પોતાના સ્વજનોની નજીક નથી જઈ શકતા. એવામાં તેમના સ્ટ્રેસને ઘટાડવ માટે વિન નામની લૅબ્રૅડોર ડૉગીની મદદ લેવામાં આવી છે. ડેવનેરમાં રોઝ મેડિકલ સેન્ટરમાં એક વર્ષની વયની આ લૅબ્રૅડોર વિન કોરોના વાઇરસના દેશવ્યાપી રોગચાળા સામે લડત ચલાવી રહેલા હેલ્થ વર્કર્સને સપોર્ટ કરી રહી છે. મેડિકલ સેન્ટરમાં થાકેલા ડૉક્ટરો અને હેલ્થ-વર્કર્સ એની સાથે બૉન્ડિંગ કરીને રિલૅક્સ થાય છે. સોશ્યલ મીડિયા પર એના ફોટો અપલોડ કરાયા છે, જેમાં વિન મેડિકલ સ્ટાફ સાથે બેસીને રમી રહી છે. હૉસ્પિટલે એને માટે અલાયદી રૂમ પણ તૈયાર કરી છે. ઇમર્જન્સી રૂમથી લાંબા અંતરે આવેલા વિનની રૂમમાં થાકેલા-કંટાળેલા મેડિકલ વર્કર્સ વિન સાથે રમીને મોકળા બને છે. 

offbeat news hatke news international news