70 વર્ષની ઉંમરે પક્ષીએ આપ્યો બચ્ચાને જન્મ

05 March, 2021 07:32 AM IST  | 

70 વર્ષની ઉંમરે પક્ષીએ આપ્યો બચ્ચાને જન્મ

વિઝડમ નામનો વિશ્વનો સૌથી વયસ્ક પક્ષી

વિઝડમ નામના વિશ્વના સૌથી વયસ્ક પક્ષી દરિયાઈ પક્ષીએ ૭૦ વર્ષની વયે એના ૪૦મા બચ્ચાને જન્મ આપ્યો છે. વૈજ્ઞાનિકોને ૧૯૫૬માં જ્યારે લાયસન અલ્બાટ્રોસ પ્રજાતિનું આ પક્ષી મળ્યું ત્યારે એની વય પાંચ વર્ષ હતી એ રીતે જોઈએ તો એની ઉંમર હાલમાં ૭૦ વર્ષ છે.  વિઝડમે ફેબ્રુઆરીમાં હવાઈ ટાપુની ઉત્તરે ૧૩૦૦ માઇલના અંતરે બચ્ચાને જન્મ આપ્યો છે. વિઝડમની વય સામાન્ય લાયસન અલ્બાટ્રોસ કરતાં બમણી કે ત્રણ ગણી હોવાથી એ અત્યાર સુધીના એના તમામ પાર્ટનરને ગુમાવી ચૂક્યું છે. આ વિસંગતતાને કારણે જીવશાસ્ત્રીઓ આ પ્રજાતિ વિશે માહિતી એકત્ર કરી રહ્યા છે. અત્યાર સુધીમાં વિઝડમ લગભગ ૩૦ લાખ માઇલ જેટલું ઊડી ચૂક્યું છે, જે ચંદ્રની ૬ રાઉન્ડ ટ્રિપના સમકક્ષ છે.  

offbeat news hatke news international news