મિઝોરમની આ બાળકી બહાદુર જ નહીં, ઉદાર પણ છે

17 February, 2020 08:00 AM IST  |  Mizoram

મિઝોરમની આ બાળકી બહાદુર જ નહીં, ઉદાર પણ છે

મળો મિઝોરમની આ બહાદુર ગર્લને

નાની અપહૃત બાળકીને બચાવવા બદલ વીરતા પુરસ્કાર મેળવનારી મિઝોરમની ૧૨ વર્ષની કૅરોલિને તેને મળેલા પુરસ્કારમાંથી અડધી રકમ તેણે જે બાળકીને બચાવી હતી તેને આપી દીધી હતી. કૅરોલિને બાળકીને ૧૦,૦૦૦ રૂપિયા, ચાંદીનો હાર અને દિલ્હીથી લાવેલી એ કપડાં આપી દીધાં હતાં. 

ગયા વર્ષે જૂનમાં કૅરોલિન તેના ઘર પાસે રમી રહી હતી ત્યારે લગભગ ૭ વર્ષની એક અજાણી બાળકી પણ ત્યાં રમવા આવી હતી. કૅરોલિનને પછીથી જાણ થઈ કે એ બાળકીનું અપહરણ કરવામાં આવ્યું છે. ત્યાર બાદ કૅરોલિન બાળકીને શોધવામાં લાગી ગઈ જે ૩૧ વર્ષની જોનુનસાંગિન ફનાઈ નામની મહિલાના ઘરમાં હોવાની તેને જાણ થઈ હતી. તક મળતાં કૅરોલિન બાળકીને પીઠ પર લાદીને તેના ઘર તરફ દોડી ગઈ હતી અને ત્યાર બાદ કૅરોલિનનાં માતા-પિતાએ પોલીસને જાણ કરીને બાળકીને તેનાં માતા-પિતા પાસે પહોંચાડી દઈ આરોપીઓની ધરપકડ કરાવી હતી.

કૅરોલિનને અપહૃત બાળકીની આર્થિક સ્થિતિ વિશે જાણ થતાં તેણે દિલ્હીમાં વીરતા પુરસ્કારમાં મળેલી ઇનામની અડધી રકમ અને અન્ય ચીજો તેને આપી દીધી હતી.

mizoram offbeat news hatke news