પાકિસ્તાનના આ ફેમસ અને સ્માર્ટ ચાવાળાએ પોતાનું રૂફટૉપ કૅફે ખોલ્યું

07 October, 2020 07:26 AM IST  |  Pakistan | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાનના આ ફેમસ અને સ્માર્ટ ચાવાળાએ પોતાનું રૂફટૉપ કૅફે ખોલ્યું

પાકિસ્તાની ચાવાળો

યાદ છે ચારેક વર્ષ પહેલાં અર્શદ ખાન નામનો પાકિસ્તાનનો ચાવાળો તેના સ્માર્ટ લુકને કારણે સોશ્યલ મીડિયામાં છવાઈ ગયો હતો? બહુ ટૂંક સમયમાં મળેલી ખ્યાતિને કારણે તેને મૉડલિંગની પણ ઑફરો આવવા લાગી હતી. એમાંથી તે થોડુંક કમાયો પણ ખરો. જોકે અર્શદ ખાને આખરે તો પોતાના રસના વિષયને એક્સ્પલોર કરીને સારુંએવું કૅફે બનાવવાની કોશિશ કરી છે. અર્શદે ઇસ્લામાબાદમાં કૅફે ચાયવાલા રૂફ ટૉપ નામે આધુનિક કૅફે ખોલ્યું છે. આ કૅફેને પણ ટ્રેડિશનલ ટચ આપ્યો છે જેમાં પૉપ્યુલર ટ્રક આર્ટ અને ઉર્દૂ ભાષાનો મસ્ત ઉપયોગ કર્યો છે. ભલે કૅફેનું નામ ચાયવાલા હોય, પણ એમાં લગભગ વીસેક જાતની ડિશીઝ મળે છે.
ચાર વર્ષ પહેલાં મળેલી રાતોરાત ફેમનો અર્શદે મસ્ત ઉપયોગ કર્યો છે.

pakistan offbeat news hatke news