આ કન્યાએ 87 દિવસમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી દોડીને રચ્યો વિશ્વવિક્રમ

21 January, 2020 08:24 AM IST  |  Rajasthan

આ કન્યાએ 87 દિવસમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી દોડીને રચ્યો વિશ્વવિક્રમ

રનર સોફિયા ખાન

રાજસ્થાનના અજમેરમાં રહેતી અલ્ટ્રા રનર સોફિયા ખાને ૮૭ દિવસમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી કુલ ૪૦૩૫ મીટર દોડીને વિશ્વવિક્રમ બનાવ્યો. વાસ્તવમાં તેમણે ૧૦૦ દિવસમાં આ દોડ પૂરી કરવાનો નિર્ણય કર્યો હતો. આ દોડ પાછળનો હેતુ હતો દેશના ૨૨ શહેરોમાં જઈ લોકોને મળી તેમને ભાઈચારા, એકતા, સમાનતા અને શાંતિનો સંદેશ આપવો. આ દોડ માટે હાલમાં જ તેને ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સનું સર્ટિફિકેટ પણ મળી ગયું છે.

આ પણ વાંચો : શરીરે માત્ર અન્ડરવેઅર પહેરીને 1600 કિલોમીટરના પ્રવાસે નીકળ્યા છે આ ભાઈ

સોફિયાનું કહેવું હતું કે ‘રન ફોર હોપ’ મિશન માટે તે જેટલા પણ શહેરોમાં ગઈ ત્યાં અનેક લોકો તેને પ્રેમથી મળ્યા અને તેમની સાથે દોડ્યા પણ હતા. સોફિયા એક ઍરલાઇન કંપનીમાં કામ કરતી હતી પણ રનિંગ પર ફોકસ કરવા તેણે આ નોકરી છોડી દીધી હતી.

rajasthan offbeat news hatke news