હૉલીવુડની ફિલ્મમાં મેઇન ઍક્ટર બનશે એરિકા નામની જૅપનીઝ રોબો

27 June, 2020 08:04 AM IST  |  Japan | Gujarati Mid-day Correspondent

હૉલીવુડની ફિલ્મમાં મેઇન ઍક્ટર બનશે એરિકા નામની જૅપનીઝ રોબો

એરિકા

હૉલીવુડમાં ૭૦ મિલ્યન ડૉલર  એટલે કે ૫.૨૯ અબજ અબજ રૂપિયાના ખર્ચે બનતી સાયન્સ ફિક્શન ફિલ્મમાં રોબોની મુખ્ય ભૂમિકા છે. જપાનના વિજ્ઞાનીઓ હીરોશી ઇશીગુરો અને કોહેઈ ઓગાવાએ બનાવેલો એ રોબો એરિકા નામે ઓળખાય છે.

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સમાં પ્રિન્સિપલ ઑફ મેથડ ઍક્ટિંગના આધારે અભિનય કરવાની તાલીમ એ રોબોને આપવામાં આવી છે. એ ફિલ્મના નિર્માતા અને લેખક સેમ ખોઝે છે.  સંખ્યાબંધ વન ટુ વન સેશન્સમાં એરિકાને હિલચાલની અને ભાવનાત્મક પાસાંની તાલીમ આપવામાં આવી હતી. ફિલ્મ માટે એરિકાનું વિશેષ રૂપે નિર્માણ કરવામાં આવ્યું હોય એ રીતે ધીમે-ધીમે એ યંત્રમાનવ ભૂમિકાને અનુરૂપ બને છે. 

japan offbeat news hatke news international news