તમે રૂમમાં જાઓ અને એસીમાંથી એક પછી એક સાપ ટપકે તો?

05 June, 2020 01:22 PM IST  |  Meerut | Gujarati Mid-day Correspondent

તમે રૂમમાં જાઓ અને એસીમાંથી એક પછી એક સાપ ટપકે તો?

એસીમાંથી નીકળ્યા 40 બચ્ચાં નીકળ્યા

મેરઠ જિલ્લાના એક ગામમાં ઍરકન્ડિશનરના પાઇપમાંથી સાપનાં નાનાં ૪૦ બચ્ચાં નીકળતાં વિસ્તારમાં ભય પ્રસરી ગયો હતો. કંકણખેરા પોલીસ સર્કલની હદમાં આવેલા પાવલી ખુર્દ ગામમાં શ્રદ્ધાનંદ નામનો ખેડૂત તેની રૂમમાં ગયો ત્યારે તેણે જમીન પર સાપનું બચ્ચું જોયું. તેણે તરત જ સાપના બચ્ચાને ઊંચકીને બહાર મૂકી દીધું. જોકે થોડા સમય પછી જ્યારે તે ફરી પોતાની રૂમમાં ગયો ત્યારે સાપનાં વધુ ત્રણ બચ્ચાં જમીન પર પડેલાં જોવા મળ્યાં અને એના વિશે કાંઈ વિચારે કે સમજે એ પહેલાં તેણે એસીમાંથી સરકીને નીચે પડતાં કેટલાંક સાપનાં બચ્ચાંને જોયાં. તેના પરિવારે એસી ખોલીને સાફ કરતાં એના પાઇપમાંથી સાપનાં ૪૦ બચ્ચાં નીકળ્યાં હતાં.

આ સમાચાર પ્રસરતાં ગામના લોકો સાપનાં એ બચ્ચાંઓને જોવા એકઠા થઈ ગયા હતા. શ્રદ્ધાનંદ અને તેના પરિવારે પાઇપમાંથી બધાં બચ્ચાંને એક થેલીમાં ભરીને નજીકના જંગલમાં છોડી દીધાં હતાં.

સ્થાનિક વેટરિનરી ડૉક્ટરનું કહેવું છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી ઍરકન્ડિશનનો ઉપયોગ કરાયો ન હોવાથી તેમ જ તેની સફાઈ પણ કરાઈ ન હોવાથી સાપે એના પાઇપમાં ઈંડાં મૂક્યાં હોય એવું બની શકે.

national news offbeat news hatke news meerut