પર્વતમાળામાં કલાકારે ઘાસ પર કોરોના પર સંદેશો આપતું પેઇન્ટિંગ બનાવ્યું

28 April, 2020 07:33 AM IST  |  Switzerland | Gujarati Mid-day Correspondent

પર્વતમાળામાં કલાકારે ઘાસ પર કોરોના પર સંદેશો આપતું પેઇન્ટિંગ બનાવ્યું

ઘાસ પર કોરોના પર સંદેશો આપતું પેઇન્ટિંગ

ઘાસ પર ભીંતચિત્ર બનાવવામાં નિપુણ ફ્રેન્ચ આર્ટિસ્ટે રવિવારે સ્વિસ પર્વતમાળામાં કોરોના વાઇરસ પર આધારિત એનું નવું ભીંતચિત્ર તૈયાર કર્યું છે. આકાશમાંથી આ ચિત્ર જોવામાં અદ્ભુત લાગે છે. સેપેના હુલામણા નામે ઓળખાતા ગુઇલેમ લૈગ્રોસ નામના આ કલાકારે પૅરિસમાં આઇફલ ટાવર નજીક આઇવરી કોસ્ટમાં હંગામી બાયોડિગ્રેડેબલ ચિત્ર તૈયાર કર્યું છે. કોરોનાની કટોકટી શરૂ થતાં પહેલાં લેસિનના સ્વિસ રિસૉર્ટ શહેરમાં આ કલાકારે દોરેલા ચિત્રમાં એક છોકરી બેઠેલી દેખાય છે, જે હાથમાં લાકડીના આંકડાઓની સાંકળને પૂર્ણ કરતી જોવા મળે છે. કલાકારે આ ચિત્રને ૩૦૦૦ ચોરસ મીટર ક્ષેત્રમાં ચોક અને કોલસાથી બનાવેલા ઇકો પેઇન્ટથી બનાવ્યું છે.

switzerland offbeat news hatke news