નક્કી કરેલા સ્થાને વાઇન-લિકરની બૉટલ્સ ડિલિવરી કરે છે આ ડૉગી

05 April, 2020 07:10 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

નક્કી કરેલા સ્થાને વાઇન-લિકરની બૉટલ્સ ડિલિવરી કરે છે આ ડૉગી

ડિલિવરી કરતો ડાૉગી

લૉકડાઉનના દિવસોમાં અમેરિકાના મૅરિલૅન્ડના હૅન્ગર્સ ટાઉનની સ્ટોન હાઉસ અર્બન વાઇનરીએ વાઇન-લિકરની બૉટલ્સ મગાવતા લોકોને પરસ્પર સંમતિથી નક્કી કરેલા સ્થાને ડિલિવરી આપવા માટે શ્વાનનો ઉપયોગ શરૂ કર્યો છે. કોરોના વાઇરસના રોગચાળામાં ગ્રાહકો અને કર્મચારીઓની સલામતી માટે વાઇનરીએ નવો અખતરો શરૂ કર્યો છે. ડિલિવરી માટે દોડતા ૭૫ પાઉન્ડ વજન ધરાવતા ૧૧ વર્ષના શ્વાનનું નામ સોડા પપ છે. એ એક વખતમાં બે બૉટલ્સ લઈ જાય છે. એને જ્યારે થાક લાગે ત્યારે આરામ કરવાની છૂટ છે. વાઇનરી અને શ્વાનની માલિકણ કહે છે કે ‘જે લોકો આ વિસ્તારમાં નવા હોય કે અમારું સરનામું જાણતા ન હોય અથવા રોગચાળામાં સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવા વાઇનરી સુધી આવવા ઇચ્છતા ન હોય તેમને માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.’

offbeat news hatke news international news