કોરોનાનો કકળાટઃલાઉડ મ્યુઝિક બંધ કરવાનું કહેતાં પાડોશી તલવાર લઈને દોડ્યો

28 March, 2020 08:01 AM IST  |  England | Gujarati Mid-day Correspondent

કોરોનાનો કકળાટઃલાઉડ મ્યુઝિક બંધ કરવાનું કહેતાં પાડોશી તલવાર લઈને દોડ્યો

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસને કારણે સેલ્ફ-ક્વૉરેન્ટીન કે આઇસોલેશનમાં રહેતા લોકો જુદી સમસ્યાઓ, જુદી ઘટનાઓ, અવનવા પ્રયોગો અને સુખદ સામાજિક પ્રસંગોના અનુભવો વર્ણવી રહ્યા છે. ઇંગ્લૅન્ડના મૅન્ચેસ્ટર શહેરમાં એકલા રહેતા ૪૭ વર્ષના બેન્જામિન લેલેન્ડે પાડોશી જોડે વિચિત્ર વર્તન કર્યું હતું. સોમવારે એ ભાઈ ઘરમાં સખત ઘોંઘાટિયું મ્યુઝિક વગાડતા હતા એ પાડોશી માટે અસહ્ય હતું. પાડોશીએ તેના ઘરે જઈને ડોરબેલ વગાડી અને પેલાએ બારણું ખોલ્યું ત્યારે મ્યુઝિક બંધ કરવાનું કહ્યું. એ સહન નહીં થતાં ગુસ્સામાં બેન્જામિન અઢી ફુટ લાંબી તલવાર લઈ પેલા પાડોશીની પાછળ દોડ્યો. રસ્તા પર આગળ પાડોશી અને પાછળ બેન્જામિનનો તમાશો બારી કે બાલ્કનીમાંથી જોતાં લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. જોકે પાડોશીને ઈજા થઈ નથી. પરંતુ પોલીસે બેન્જામિન સામે ગુનાહિત ધમકી આપવાનો આરોપ નોંધ્યો છે.

offbeat news england manchester hatke news international news