પુત્ર ઘરની બહાર ન નીકળે એ માટે પિતાએ તેને વૃદ્ધ જેવી ટાલ કરી આપી

02 April, 2020 08:24 AM IST  |  Philippines | Gujarati Mid-day Correspondent

પુત્ર ઘરની બહાર ન નીકળે એ માટે પિતાએ તેને વૃદ્ધ જેવી ટાલ કરી આપી

પિતાએ પુત્રને ટાલ કરી આપી

સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોના વાઇરસથી ફિલિપીન્સ પણ બાકાત નથી. ત્યાં પણ લૉકડાઉનની સ્થિતિ પ્રવર્તે છે. સરકારની વાત માનતા લોકો તો ઘરે જ રહે છે. જોકે યુવાનો અને બાળકોને લૉકડાઉનની પરિસ્થિતિમાં ઘરમાં ટકાવવાં સહેલાં નથી. જોકે કેટલાક લોકોએ પોતાનાં યુવાન બાળકો ઘરમાં ટકી રહે એ માટે અવનવા ઉપાય કર્યા છે. ફિલિપીન્સમાં એક પિતાએ લૉકડાઉનમાં તેના પુત્રને ઘરની બહાર જતો રોકવા માટે એક નવો જ રસ્તો અખત્યાર કર્યો છે. એક વિડિયોમાં બાળક પોતાના પિતાએ કાપેલા આડાઅવળા વાળ માટે રાડારોળ કરી રહ્યું છે. આ વિડિયોને હજારો લાઇક્સ મળી ચૂકી છે. વાસ્તવમાં આ છોકરો લૉકડાઉનના નિયમોનું પાલન ન કરતાં ઘરની બહાર જવા માગતો હતો એવામાં પિતાએ તેને સમજાવવાના સ્થાને આવો નિર્ણય લીધો. સોશ્યલ મીડિયા પર આ વિડિયો છોકરાની બહેને પોસ્ટ કરીને એની પાછળનું કારણ જણાવ્યું હતું. તેના પિતાએ બાળકને અધવચ્ચેથી ટકલુ કરીને જાણે વૃદ્ધ થઈ ગયો હોય એવો લુક બનાવી દીધો છે જેને કારણે હવે દીકરો શરમને કારણે ઘરની બહાર નીકળતો જ નથી.

philippines offbeat news hatke news international news