રોજેરોજ ખરીદીની ઝંઝટથી મુક્ત થવા ભાઈએ ટ્રક ભરીને ચોખા ઑર્ડર કર્યા

05 September, 2020 07:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રોજેરોજ ખરીદીની ઝંઝટથી મુક્ત થવા ભાઈએ ટ્રક ભરીને ચોખા ઑર્ડર કર્યા

પ્રતીકાત્મક તસવીર

એક વિચિત્ર ઘટનામાં ઘરની જરૂરિયાતો માટે લગભગ રોજેરોજ ચોખા લેવા બજારમાં જવાની ઝંઝટથી મુક્ત થવા એક ભાઈએ ટ્રક ભરીને ચોખાનો ઑર્ડર આપી આવ્યા. મજા તો ત્યારે આવી જ્યારે આ ટ્રક ભરેલા ચોખા ડિલિવર થયા. આટલાબધા ચોખા રાખવા ક્યાં?

ચોખા ભરેલી ટ્રકની ડિલિવરી થતાં જ તેની પત્નીનો ગુસ્સો ફાટ્યો. આ ઘરમાં તો ધરાર ચોખાની ગૂણ નહીં રહી શકે એવું પત્નીનું ફરમાન આવતાં ટ્રક-ડ્રાઇવરને ચોખા પાછા લઈ જવાનું કહી જોયું, પણ પેલો ટસનો મસ ન થયો. રકઝક કરવાની કોશિશ પછી પણ ડ્રાઇવર ન માનતાં તેણે વેરહાઉસના માલિક સાથે વાત કરવાની કોશિશ કરી, પણ પેલાએ ફોન જ ન ઉપાડ્યો. પરિસ્થિતિ પર કાબૂ મેળવવાના પ્રયાસમાં વેરહાઉસના જ મનુ નામના માણસનો સંપર્ક કરાયો જેણે ઘટનાસ્થળે આવીને કોકડું ઉકેલવાની ખાતરી આપી. આ આખી ઘટના શિવ રામદાસ નામના લેખકે શૅર કરી છે અને આ ઘટના તેના સાળા સાથે બની છે એવું પણ કહ્યું છે. આ કોકડું ઉકેલાયું કે નહીં એની સ્પષ્ટતા તો નથી કરી, પરંતુ હવે તેમના સાળાને રોજ ખરીદી કરવા જવા સામે કોઈ વાંધો નથી.

national news offbeat news hatke news