આ છે એકહથ્થુ ઍડ્વેન્ચરસ ડ્રાઇવર

27 February, 2021 09:16 AM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

આ છે એકહથ્થુ ઍડ્વેન્ચરસ ડ્રાઇવર

સાયેર અબદુલ્લા

પરિશ્રમ અને પ્રયત્ન સફળતાના પાયામાં હોય છે. હિન્દી ભાષાના કવિ સોહનલાલ દ્વિવેદીની પંક્તિઓ ‘કોશિશ કરનેવાલોં કી હાર નહીં હોતી’ને અનુસરતા દિવ્યાંગો પણ જબરદસ્ત જોમ ધરાવતા હોય છે. જમ્મુ-કાશ્મીરનો સાયેર અબદુલ્લા એમાંનો એક છે. તે ૧૧ વર્ષનો હતો ત્યારે સ્કૂલ-બસમાં ચડતી વખતે થયેલા અકસ્માતમાં તેના જમણા હાથમાં ફ્રૅક્ચર થયું હતું. ફ્રૅક્ચરને લીધે તેનો એક હાથ કાપવો પડ્યો હતો.

યુવાન સાયેર અબદુલ્લાને ડ્રાઇવિંગ કરવાનું ગમતું અને તેનો મિજાજ પણ સાહસિક હતો. પુખ્ત થતાં જ તેણે એક હાથે ડ્રાઇવિંગ કરવાનું શીખી લીધું હતું અને લાંબા અંતર સુધી ડ્રાઇવિંગની પ્રૅક્ટિસ પણ કરવા માંડ્યો હતો. અત્યારે ડ્રાઇવિંગમાં તેની એટલી હથોટી છે કે તે ઑફ રોડ ઍડ્વેન્ચર્સ એટલે કે પહાડી ટ્રૅક્સ પર ડ્રાઇવિંગ કરી શકે છે. તે ઑફ રોડ ઍડ્વેન્ચર્સના ‘એકહથ્થુ બાદશાહ’ તરીકે ઓળખાય છે.

offbeat news national news jammu and kashmir