સોશ્યલ ડિસ્ટન્સિંગના પાઠ ભણાવવા ફ્લૉરિડાના બીચ પર ફરે છે યમરાજ

06 May, 2020 08:57 AM IST  |  Florida | Gujarati Mid-day Correspondent

સોશ્યલ ડિસ્ટન્સિંગના પાઠ ભણાવવા ફ્લૉરિડાના બીચ પર ફરે છે યમરાજ

યમ હૈ હમ

લૉકડાઉનના દિવસોમાં અમેરિકાના લોકોને સોશ્યલ ડિસ્ટન્સિંગના પાઠ ભણાવવા માટે ફ્લૉરિડાના દરિયાકાંઠે ડેનિયલ ઉફેલ્ડર નામના એક સ્થાનિક વકીલ ભારતના યમરાજના પશ્ચિમી રૂપ ગ્રીમ રિપરનો વેશ ધારણ કરીને ફરે છે. લૉકડાઉનના દિવસોમાં ભારતમાં યમરાજના વેશમાં ફરતા પોલીસ જવાનોની તસવીરો જોઈને આવું સાહસ કરવાની પ્રેરણા ડેનિયલસાહેબને મળી છે. કોરોના વાઇરસના પ્રસાર અને સંક્રમણ પર નિયંત્રણ માટે  સોશ્યલ ડિસ્ટન્સિંગનું મહત્ત્વ લોકોને સમજાવવા બહુરૂપી બનેલા ડેનિયલસાહેબની એ તસવીરો સોશ્યલ મીડિયા પર ખૂબ આકર્ષણનું કેન્દ્ર બની છે. સોશ્યલ ડિસ્ટન્સિંગના સંદેશ સાથે ફ્લૉરિડાના ૭૨૧ કિલોમીટર લંબાઈ અને ૫૮૨ કિલોમીટર પહોળાઈ ધરાવતા ક્ષેત્રના તમામ બીચને આવરી લેવાનો નિર્ધાર ડેનિયલ ઉફેલ્ડરે કર્યો છે. 

florida offbeat news hatke news international news coronavirus