તરબૂચ અને કિવીમાંથી પણ સંગીત નીકળી શકે છે

05 September, 2020 07:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તરબૂચ અને કિવીમાંથી પણ સંગીત નીકળી શકે છે

તરબૂચ અને કિવીમાંથી સંગીત સાંભળી શકાય છે

ઘરનાં વાસણ, પીપડાં, ખાલી ડબ્બાથી મ્યુઝિક ક્રીએટ કરી શકાય, પણ ફ્રૂટના ઉપયોગથી સંગીત ઉત્પન્ન કરી શકાય એ માન્યામાં આવશે? જોકે સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે જેમાં તરબૂચ, સક્કરટેટી અને કિવી ફ્રૂટની મદદથી સંગીતનું સર્જન કરવામાં આવ્યું છે.

ભૂતપૂર્વ બાસ્કેટબૉલ પ્લેયર રેક્સ ચૅપમૅને શૅર કરેલા આ એક મિનિટના વિડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિએ ટેબલ પર તરબૂચ અને સક્કરટેટીની સ્લાઇસ બાજુબાજુમાં ગોઠવીને મૂકી છે. આ ઉપરાંત ટેબલની કિનારી પર કિવી ફ્રૂટના બે પીસ પણ મૂક્યા છે. આ ફ્રૂટમાંથી અનેક વાયર બહાર આવેલા જોઈ શકાય છે, જે એક મેટલ બોર્ડ સાથે જોડાયેલા છે. આ મેટલ બોર્ડ લૅપટૉપ સાથે જોડાયેલું છે અને મ્યુઝિક પ્લેયરના પગ પાસે એક પેડલ સાથે ડ્રમ લગાડેલું છે. એક વ્યક્તિ તરબૂચ અને સક્કરટેટીની સ્લાઇસને સિન્થેસાઇઝર-કીની જેમ વગાડી રહ્યો છે, જેમાંથી સંગીત રેલાઈ રહ્યું છે.

offbeat news hatke news international news