ડિલિવરીમાં મરી ગયેલી માતાના દીકરાની તસવીરોમાં પછાડાયા દેખાયા

13 May, 2019 09:22 AM IST  |  મલેશિયા

ડિલિવરીમાં મરી ગયેલી માતાના દીકરાની તસવીરોમાં પછાડાયા દેખાયા

તસવીરમાં માતાનો પડછાયો દેખાયો

કોઈ મૃત વ્યક્તિ તસવીરમાં દેખાય તો તે ભૂત જ હોય એવું જરૂરી નથી. મલેશિયામાં રહેતી એડલિન નેલ્ડા નામની મહિલા બાળકને જન્મ આપતી વખતે મૃત્યુ પામી હતી. જોકે બાળક પાંચ મહિનાનું થયું ત્યારે તેના બાળક સાથે ફૅમિલી-ફોટોશૂટમાં એડલિન જોવા મળી હતી. આ કારીગરી કરી હતી તેની ફોટોગ્રાફર ઝારા હલીનાએ. વાત એમ હતી કે એડલિન ચોથી વાર પ્રેગ્નન્ટ હતી. આ વખતે તે એટલી એક્સાઇટેડ હતી કે નવજાત શિશુ સાથે ફોટોશૂટ કરવાની અપૉઇન્ટમેન્ટ પણ નક્કી કરી લીધેલી. જોકે નસીબ એટલું ખરાબ કે એડલિન ડિલિવરી દરમ્યાન કૉમ્પ્લિકેશન થતાં મૃત્યુ પામી. ચાર બાળકો સાથે હવે તેનો પતિ એકલો પડી ગયેલો, પરંતુ તેને એક વાતનું દુઃખ રહ્યા કરતું હતું કે એડલિનની ચોથા બાળક સાથે ફોટોશૂટ કરવાની ઇચ્છા અધૂરી રહી ગઈ.

આ પણ વાંચો : સોશ્યલ મીડિયા પર છવાઈ સેલ્ફી વિથ કૉક્રૉચ ચૅલેન્જ

ઝારાએ પણ જ્યારે અપૉઇન્ટમેન્ટના દિવસે જાણ્યું કે તેને ફોટોગ્રાફીનો કૉન્ટ્રૅક્ટ આપનાર તો મૃત્યુ પામી છે ત્યારે તે પણ બહુ દુખી થઈ. ઝારાએ વચલો રસ્તો કાઢ્યો. ભલે ચોથા બાળકને તેની મા જોવા નહોતી મળી, પણ તે મોટું થાય એ પછી તસવીરોમાં તો તેને સાથે જોઈ શકે એવું કંઈક કરવું જોઈએ. તેણે ચાર સંતાનોનું પિતા સાથેનું ફોટોશૂટ કર્યું અને એ દરેક તસવીરોમાં તેમની મમ્મી એડલિનના ઝાંખા પડછાયાને ફોટોશૂટ કરીને ગોઠવી દીધા.

malaysia offbeat news hatke news