મદુરાઈમાં લોકપ્રિય બન્યાં માસ્ક પરાઠા

10 July, 2020 07:58 AM IST  |  Madurai | Gujarati Mid-day Correspondent

મદુરાઈમાં લોકપ્રિય બન્યાં માસ્ક પરાઠા

માસ્ક આકારના પરાઠા

તામિલનાડુના મદુરાઈના ટેમ્પલસિટી ચેઇન ઑફ રેસ્ટોરાંએ કોરોના રોગચાળા વિશે લોકજાગૃતિ કેળવવા ઉપરાંત નવું આકર્ષણ ઊભું કરવાના ઉદ્દેશથી માસ્કના આકારનાં પરાંઠાં પીરસવાનું શરૂ કર્યું છે.

રોગ સામે રક્ષણ અને શારીરિક અંતર જાળવવા માટે માસ્ક્સ પહેરવા જરૂરી હોવાનો સંદેશ સતત લોકોની આંખો દ્વારા દિમાગમાં ઘુમરાતો રહે એ માટે માસ્ક પરાઠાનો પ્રયોગ અસરકારક સાબિત થાય છે. ગ્રાહકોમાં એનું આકર્ષણ ઘણું છે, પણ પરાંઠાં એ જ છે. હંમેશ મુજબ મેંદો, ડાલડા, ઈંડાં, યીસ્ટ અને સહેજ ખાંડ નાખીને પરાંઠાં બનાવાય છે, પરંતુ કદ અને આકારમાં ફેરફારથી પણ લોકોને મોજ પડે છે.

શરૂઆતમાં એક વાટકો રસા (ગ્રેવી) સાથે બે માસ્ક પરોઠા ૪૦ રૂપિયામાં પીરસાતા હતા, પરંતુ લોકપ્રિયતા વધી જતાં ગયા અઠવાડિયે ભાવ વધારીને ૫૦ રૂપિયા કરવામાં આવ્યો છે. મદુરાઈના રહેવાસીઓ ઉપરાંત સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટરના યુઝર્સ પણ માસ્ક પરાઠાની ચર્ચા કરવામાંથી ઊંચા નથી આવતા.

coronavirus madurai tamil nadu covid19 offbeat news hatke news national news