મોબાઇલ ફોનનું નેટવર્ક પકડવા ૫૦ ફુટ ઊંચે ચગડોળ પર બેઠા આ પ્રધાન

23 February, 2021 08:55 AM IST  |  Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

મોબાઇલ ફોનનું નેટવર્ક પકડવા ૫૦ ફુટ ઊંચે ચગડોળ પર બેઠા આ પ્રધાન

મધ્ય પ્રદેશના પ્રધાન બ્રિજેન્દ્ર સિંહ યાદવ પચાસ ફુટ ઊંચા જાયન્ટ ચગડોળ પર ચડીને ફોન પર વાત કરતા હોય એવી તસવીરો અને વિડિયો બે દિવસથી જબરા વાઇરલ થયા છે. આ પાછળનું રહસ્ય પુઅર મોબાઇલ નેટવર્ક છે. વાત એમ છે કે પ્રધાનશ્રી લોકોની સમસ્યા વિશે અધિકારીઓ સાથે વાત કરવા નેટવર્કની કનેક્ટિવિટી મળે એ માટે બે કલાક અશોકનગર જિલ્લાના સુરેલ ગામે ૫૦ ફીટ ઊંચા જાયન્ટ વ્હીલ પર ગાળે છે.  

બ્રિજેન્દ્ર સિંહ યાદવનું કહેવું છે કે, તેમણે આ વિસ્તારમાં ૯ દિવસ રહેવાનું હતું, પરંતુ આ વિસ્તારમાં મોબાઇલ નેટવર્ક કનેક્ટિવિટી મળતી ન હોવાથી તેમની પાસે પોતાની સમસ્યા લઈને આવતા લોકોની સમસ્યાના ઉકેલ માટે તેઓ અધિકારી વર્ગ સાથે વાત કરી શકતા નહોતા. આથી તેમણે જાયન્ટ વ્હીલ પર બેસીને મોબાઇલ નેટવર્કની કનેક્ટિવિટી મળી શકે એટલી ઊંચાઈએ જઈને અધિકારીઓ સાથે વાત કરવી પડતી હતી. એ ચગડોળ પર એમની સાથે એમના પી.એ. પણ બેઠેલા દેખાય છે.

offbeat news national news madhya pradesh viral videos