ગ્લુકોઝની ખાલી બૉટલ્સની ડ્રિપ સિસ્ટમથી ખેતી થતી જોઈ છે કદી?

11 August, 2020 07:02 AM IST  |  Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

ગ્લુકોઝની ખાલી બૉટલ્સની ડ્રિપ સિસ્ટમથી ખેતી થતી જોઈ છે કદી?

નકામી ગ્લુકોઝની બૉટલો દ્વારા આ ખેડૂતે ખેતરને સીંચ્યું

મધ્ય પ્રદેશના આદિવાસીઓની વસ્તી ધરાવતા ઝાબુઆ જિલ્લામાં વરસાદના પાણીના આધારે જ ખેતી થાય છે. પહાડી વિસ્તાર હોવાથી અહીં ખેતી મુશ્કેલ કાર્ય છે. જોકે રમેશ બારિયા નામના એક ખેડૂતે પડકારોનો સામનો કરીને નૅશનલ ઍગ્રિકલ્ચરલ ઇનોવેશન પ્રોજેક્ટની મદદ લઈને એના માર્ગદર્શન હેઠળ જમીનના એક નાનાશા ટુકડામાં વિશિષ્ટ ખેતી કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં વરસાદની અનિયમિતતાને કારણે પાક પર અસર પડી, પણ એનો જુગાડ પણ તેણે શોધી કાઢ્યો. ૨૦ રૂપિયે કિલોના ભાવે પ્લાસ્ટિકની બૉટલો લઈ આવીને તેણે પોતાના આખા ખેતરમાં એને ખભા પર ઊભી કરીને થોડા-થોડા અંતરે ગોઠવી દીધી. નાના-નાના પ્લાન્ટની સાથે પાણીની બૉટલો લગાવીને એમાં પાણી ભરીને સિંચાઈ કરી. એને કારણે જમીનમાં ચોક્કસ જગ્યાએ સતત ટપક-ટપક પાણી પડતું રહ્યું અને પાકને જરૂરી ભીનાશ મળતાં એનો ફાલ બહુ સરસ થયો. નકામી ગ્લુકોઝની બૉટલો દ્વારા આ ખેડૂતે ખેતરને સીંચ્યું અને એમાંથી મબલક પાક ઊતર્યો.

madhya pradesh offbeat news hatke news