રોગચાળામાં એકાંતવાસ ભોગવતા લોકોને બટેટા વહેંચી દીધા આ ખેડૂત મહિલાએ

26 March, 2020 07:46 AM IST  |  North Yorkshire | Gujarati Mid-day Correspondent

રોગચાળામાં એકાંતવાસ ભોગવતા લોકોને બટેટા વહેંચી દીધા આ ખેડૂત મહિલાએ

મહિલા ખેડૂત

ઇંગ્લૅન્ડના નૉર્થ યૉર્કશરની રહેવાસી ૫૧ વર્ષની મહિલા સુસાન હર્ડમેનને ૨૦૧૦માં લૉટરી લાગ્યા પછી તેમણે ખેતી અને બાગાયતી શરૂ કરી હતી. તાજેતરમાં કોરોના વાઇરસનો રોગચાળો શરૂ થયા પછી લોકોને અંધાધૂંધ ખરીદી કરતાં જોઈને સુસાને તેનાં ખેતરોમાં ઊપજતા બટાટા લોકોને વહેંચવાનો નિર્ણય લીધો હતો. તેના શહેર અને આસપાસના લોકોને માટે એ વહેંચણીની જાહેરાત પણ તે મહિલાએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર કરી હતી. સુસાનને પીઠ અને પગના દુખાવાની વ્યાધિઓ હોવા છતાં સવારે આઠ વાગ્યાથી રાતે આઠ વાગ્યા સુધી ખેતરમાંથી બટાટા ચૂંટીને લોકોને આપવાનું કામ કરે છે. લોકો તેને એવા સંદેશા મોકલે છે કે આજના સખત સ્વાર્થી વિશ્વમાં તમે અમારા ચહેરા પર સ્મિત રેલાવ્યું છે, એ માટે આપનો આભાર. લોકપ્રતિનિધિઓ પણ સુસાનના કામની પ્રશંસા કરે છે.

yorkshire offbeat news hatke news international news