શા માટે પાંચ કલાક રસ્તાની વચ્ચોવચ બેસી રહ્યા આ ભાઈ, જાણો અહીં

05 October, 2020 07:31 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

શા માટે પાંચ કલાક રસ્તાની વચ્ચોવચ બેસી રહ્યા આ ભાઈ, જાણો અહીં

પાંચ કલાક રસ્તાની વચ્ચોવચ બેસી રહ્યા આ ભાઈ

ટ્રાફિક-પોલીસ પોતાની કાર કે બાઇક ટો ન કરી જાય એ માટે લોકો શું-શું નથી કરતા? લંડનના હાઈ ગેટ વિસ્તારમાં ડબલ યલો લાઇન્સ પર પાર્કિંગ કરવા બદલ ટ્રાફિક-પોલીસ ટો ન કરે એ માટે પીટર ફેનેલ નામના ૫૪ વર્ષના ભાઈ અને તેની પત્ની પોતાની પૉર્શે કાર બચાવવા માટે જીવ પર આવી ગયાં હતાં. તેમની ૧૯૮૦ના મૉડલની પૉર્શે ૯૪૪ કાર ટો કરી જવા માટે ટ્રાફિક-પોલીસે ટ્રકમાં ચડાવી ત્યારે ફેનેલ દંપતીએ રીતસર રસ્તા રોકો આંદોલન કર્યું હતું. પીટરભાઈ પોતે રસ્તાની વચ્ચે પાંચ કલાક બેસી રહ્યા અને તેમનાં પત્ની બીજી બાજુ ટ્રકનો રસ્તો રોકતાં હતાં. કારને ટ્રકની પાછળની બાજુથી ન લઈ જવાય એની તકેદારી પીટરની પત્ની રાખતી હતી. નવાઈની વાત એ છે કે આ પાંચ કલાક દરમ્યાન પીટરભાઈએ પોતાનું વર્ક ફ્રૉમ હોમ ચાલુ રાખ્યું હતું. રસ્તા વચ્ચે ટેબલ લઈને ટો ટ્રકની સામે બેસી ગયા પછી ત્યાં જ તેમણે ઑફિસનું કામ ચાલુ રાખ્યું હતું.

પીટરનું કહેવું હતું કે ‘ડબલ યલો લાઇન્સ પર પાર્કિંગ માટે મારી પાસે ૩૦૦ પાઉન્ડ (અંદાજે ૨૮,૪૦૦ રૂપિયા) દંડ વસૂલ્યો એ બરાબર છે, પરંતુ ત્યાર પછી કાર ટો કરીને લઈ જવાનું પગલું સદંતર અયોગ્ય છે.’

પીટરભાઈની પાંચ કલાક સુધી ગાંધીગીરી પછી લંડનની ટ્રાફિક-પોલીસના અધિકારીઓએ કાર ટો કરી જવાનો વિચાર પડતો મૂક્યો હતો.

offbeat news hatke news london international news