કેરળના એક અપાર્ટમેન્ટના કિચનના નળમાંથી દારૂ વહેવા માંડ્યો

08 February, 2020 07:36 AM IST  |  Kerala

કેરળના એક અપાર્ટમેન્ટના કિચનના નળમાંથી દારૂ વહેવા માંડ્યો

પ્રતીકાત્મક તસવીર

ગયા અઠવાડિયે કેરળના ત્રિશૂર જિલ્લાના ચલાકુડી શહેરના સોલોમન ઍવન્યુ અપાર્ટમેન્ટમાં રસોડાના નળમાંથી અચાનક દારૂ વહેવા માંડતાં રહેવાસીઓને આશ્ચર્ય થયું હતું. પાણીનો બદલાયેલા રંગ અને ગંધને કારણે સૌને આશ્ચર્ય થયું હતું. લોકોને એવું લાગ્યું કે કોઈકે પાણીની ટાંકીમાં દારૂ ભેળવ્યો છે. એ બાબતે તપાસ કરતાં ટાંકીમાં દારૂ ભેળવાયો ન હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર પછી નગરપાલિકાના અધિકારીઓને ફરિયાદ કરતાં જાણવા મળ્યું કે એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની ગરબડને કારણે એવું બન્યું છે. આખા દેશમાં દારૂની સૌથી વધારે ખપત કેરળમાં છે

એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ ૬૦૦૦ લીટર દારૂ જપ્ત કરીને એક ખાડામાં ફેંકી દીધો હતો. ખાડામાંથી વહીને એ દારૂ કૂવામાં ગયો હતો. યોગાનુયોગ સોલોમન ઍવન્યુ અપાર્ટમેન્ટના લોકોને પીવાના પાણીનું મુખ્ય સાધન કૂવો છે. નગરપાલિકાના કર્મચારીઓ કૂવાની સફાઈ કરી રહ્યા છે. એ લોકો આઠ વખત સફાઈ કરી ચૂક્યા છે અને સ્વચ્છ પાણી ન મળે ત્યાં સુધી એ કાર્યવાહી ચાલુ રાખશે.

kerala offbeat news hatke news