સ્પેનની ગલીમાં ફરતો સિંહ હકીકતમાં શ્વાન નીકળ્યો

11 March, 2020 07:34 AM IST  |  Spain

સ્પેનની ગલીમાં ફરતો સિંહ હકીકતમાં શ્વાન નીકળ્યો

સિંહ હકીકતમાં શ્વાન નીકળ્યો

સ્પેનમાં શહેરમાં ‍સિંહ ફરતો હોવાની ફરિયાદ સ્થાનિક પોલીસને મળી હતી, પરંતુ પોલીસે તપાસ કરતાં એ ખરેખર અસાધારણ હેરકટ કરેલો શ્વાન નીકળ્યો હતો. મોઇલા દ સેગુરા શહેરની સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે ‘અમને શહેરમાં સિંહ ફરતો હોવાની ફરિયાદો મળતાં અમે એ જાનવરને શોધીને પકડી લીધું હતું, પરંતુ હકીકતમાં એ મોટા કદનો શ્વાન હતો. શરીરનાં કદ, વ્યાપ, ધડ, માથું, પૂંછડી બધું આફ્રિકાના સિંહ જેવું હતું.

આ પણ વાંચો : કોરોના વાઈરસ: શિવજીએ પણ બાંધ્યો માસ્ક અને કહ્યું ડૉન્ટ ટચ મી પ્લીઝ

એના લાંબા વાળ પણ એવી રીતે ટ્રીમ કરવા (કાપવા)માં આવ્યા હતા કે એ સિંહ જેવો દેખાતો હતો. પોલીસે એ શ્વાનના શરીરમાં માઇક્રો ચિપ ગોઠવીને એના માલિકને શોધી કાઢ્યો હતો. ત્યાર પછી સિંહ જેવા શ્વાનનું માલિક સાથે પુનર્મિલન કરાવ્યું હતું.

spain offbeat news hatke news