વૃક્ષ પર વીજળી પડતાં બળીને ખાખ

11 April, 2021 08:46 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

વૃક્ષ પર વીજળી પડવાની ઘટનાના વિડિયો માટે કમેન્ટ્સમાં લોકલાગણી અનોખી રીતે વ્યક્ત કરવામાં આવી છે

વૃક્ષ બળીને ખાખ

અમેરિકાની નૅશનલ વેધર સર્વિસે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર પોસ્ટ કરેલા વૃક્ષ પર વીજળી પડવાની ઘટનાના વિડિયો માટે કમેન્ટ્સમાં લોકલાગણી અનોખી રીતે વ્યક્ત કરવામાં આવી છે. એ વિડિયોની પોસ્ટ નીચેની કમેન્ટ્સમાં સેંકડો લોકોએ ભય અને સ્તબ્ધતાની લાગણી વ્યક્ત કરી છે અને સેંકડો લોકોએ અનપે​​ક્ષિત ઘટના માટે કારણભૂત કુદરતી સ્થિતિ વિશે આઘાત અને દુખની લાગણી વ્યક્ત કરી છે. વિડિયો શરૂ થયો ત્યારે અમેરિકાના વિસ્કોન્સિનની વાઉતોમા હાઈ સ્કૂલના પ્રાંગણમાં ઊભેલું દેવદારનું ઝાડ દેખાય છે. થોડા વખત પછી એના પર વીજળી ત્રાટકી અને એ વૃક્ષ નાશ પામ્યું એ બનાવ વિડિયોમાં દેખાય છે. અમેરિકાની નૅશનલ વેધર સર્વિસે વિસ્કોન્સિનના એ વિસ્તારના લોકોને સૂત્ર આપ્યું છે, ‘વીજળીના કડાકા-ભડાકા થાય તો ઘરમાં જતા રહો.’ કારણ કે ત્યાં વીજળીના કડાકાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે.

offbeat news international news united states of america