ખાટલા સાથે નિસરણી બાંધીને દીપડાને કૂવામાંથી બહાર કઢાયો

17 March, 2020 07:32 AM IST  |  Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

ખાટલા સાથે નિસરણી બાંધીને દીપડાને કૂવામાંથી બહાર કઢાયો

દીપડાને કૂવામાંથી બહાર કઢાયો

મધ્ય પ્રદેશના શિવપુરીમાં કૂવામાં પડી ગયેલા એક દીપડાને બહાર કાઢવા રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરાયું હતું. આ રેસ્ક્યુ ઑપરેશનનો વિડિયો આઇએફએસ ઑફિસર પ્રવીણ કાસવાને સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યો છે.

આ રેસ્ક્યુ ઑપરેશનમાં એક ખાટલા સાથે નિસરણી બાંધીને એને કૂવામાં ઉતારવામાં આવી હતી. રેસ્ક્યુ ઑપરેશન સાથે જોડાયેલા લોકો બન્ને તરફથી દોરડાને ખેંચી રહ્યા હતા. ખાટલો કૂવાની પાળીની સમાંતર આવતાં રસી પકડનારા લોકોએ સાઇડમાં ખસી જઈને દીપડાને સીડી પર થઈને બહાર નીકળવાનો માર્ગ મોકળો કરી આપ્યો હતો. ઘણી વાર એવું પણ બનતું હોય છે કે બચાવકાર્ય પૂરું થયા બાદ દીપડો એનો બચાવ કરનારાઓ પર જ હુમલો કરી બેસે છે. જોકે આ બચાવકાર્યમાં દીપડાએ પણ સહયોગ આપ્યો હતો જે આખા પ્રસંગમાં મહત્ત્વનું હતું. બે કલાકમાં જ આ પોસ્ટને ૨૧૦૦ કરતાં વધુ લાઇક્સ મળી હતી તેમ જ ૫૦૦ કરતાં વધુ વખત રીટ્વીટ કરાઈ હતી.

madhya pradesh offbeat news hatke news