જાણો કેવી રીતે આ ભાઈએ 97 કિલો વજન ઉતાર્યું, આ વસ્તુનો કર્યો ત્યાગ

01 July, 2020 09:43 AM IST  |  Florida | Gujarati Mid-day Correspondent

જાણો કેવી રીતે આ ભાઈએ 97 કિલો વજન ઉતાર્યું, આ વસ્તુનો કર્યો ત્યાગ

ઝાક મૂર

ફ્લૉરિડામાં રહેતા ફાસ્ટ ફૂડનું લિટરલી ઍડિક્શન ધરાવતા ૩૯ વર્ષના ઝાક મૂરે વજન ઉતારવાના પ્રયાસમાં ફાસ્ટ ફૂડ અને કોલા ડ્રિન્ક્સ છોડ્યા પછી કસરત કર્યા વિના ૯૭ કિલો ઘટાડ્યું હતું. એક વાર ફૂડ પોઇઝનિંગથી બીમાર પડ્યા પછી બૅરિયાટ્રિક સર્જરી માટે વજન ઉતારવાની પ્રક્રિયા માટે વજન ઉતારવાની પ્રક્રિયા શરૂ કરી હતી. દરરોજ મૅક્‍ડોનલ્ડ્સ સહિત વિવિધ આઉટલેટ્સના અને ઘરમાં બનાવેલા ચરબી વધારનારા હાઈ કૅલરી ખાદ્ય પદાર્થોની સાથે રોજ ઝાક મૂર બે લિટરની ત્રણથી ચાર બૉટલ કોલા એટલે કે લગભગ ૮ લિટર પી જતો હતો. એ નાસ્તામાં જ ત્રણ-ચાર ઈંડાં મફીન્સ સાથે બે લિટર કોલા પીતો હતો. લંચમાં એક આખો પીત્ઝા પોતાને માટે અને એક પીત્ઝા પરિવારના અન્ય સભ્યો માટે મગાવતો હતો. ડિનરમાં ફ્રેન્ચફ્રાઇઝ, હૉટ ડૉગ્સ અને હૅમ્બર્ગર્સ ખાતો હતો. દિવસભર ફાસ્ટ ફૂડ ખાતા ઝાક મૂરને ફૂડ પોઇઝનિંગ (ઝાડા-ઊલટી) થયા પછી ડૉક્ટરોએ સૂચવેલી પરેજીના ભાગરૂપે તે ઘરમાં રાંધેલાં શાકભાજી, સૅલડ અને બીજી સાદી વાનગીઓ ખાતો હતો અને ફાસ્ટ ફૂડનો સંપૂર્ણ ત્યાગ કર્યો હતો.

એક વાર ઝાક મૂર તેના પરિવાર સાથે પાન્ડા એકક્સપ્રે રેસ્ટોરાંમાં જમ્યો હતો. ત્યાં જમ્યા પછી ફૂડ પોઇઝનિંગને કારણે ઝાક મૂર એટલો બીમાર પડ્યો કે મરતાં-મરતાં બચ્યો હતો. ફૂડ પોઇઝનિંગ થયા પછીના એક અઠવાડિયામાં ઝાક મૂરે ૨૭ કિલો કરતાં વધારે વજન ગુમાવ્યું હતું. તેણે મૃત્યુના ડરથી ખાવા-પીવામાં સંયમનો માર્ગ અપનાવ્યો હતો. એ પછી તેણે ગૅસ્ટ્રિક બાયપાસ સર્જરી કરાવી હતી. જોકે એ પહેલાં તેણે જાતે આહાર-વિહારની મર્યાદાઓ પાળીને વજન ઉતાર્યું હતું. એ સર્જરી પછી ઝાકનું વજન ઘટીને ૬૯ કિલો થઈ ગયું હતું. આ સમગ્ર પ્રક્રિયા દરમ્યાન ઝાકે કસરત કર્યા વિના વજન ઉતાર્યું હતું.

florida offbeat news hatke news international news