જાણો કેવી રીતે આ ગરીબ પરિવાર રાતોરાત કરોડપતિ બની ગયો

20 November, 2020 07:43 AM IST  |  Indonesia | Gujarati Mid-day Correspondent

જાણો કેવી રીતે આ ગરીબ પરિવાર રાતોરાત કરોડપતિ બની ગયો

આ પરિવાર રાતોરાત કરોડપતિ બની ગયો

એક કહેવત છે કે ‘ભગવાન જ્યારે આપે છે છપ્પર ફાડીને આપે છે’ પણ ઇન્ડોનેશિયાના કૉફિન બનાવનાર ૩૩ વર્ષના જોશુઆ હુતાગલુન્ગને ભગવાને સાચે જ આકાશમાંથી એક અણમોલ ખજાનો વરસાવીને પલકારામાં કરોડપતિ બનાવી ઉત્તરીય સુમાત્રાના કોલાંગમાં રહેતો જોશુઆ તેના ઘરની બાજુમાં કામ કરી રહ્યો હતો એ વખતે અચાનક જ આકાશમાંથી એક મોટો ઉલ્કાપિંડ પડ્યો હતો. સાડાચાર અબજ વર્ષ જૂના આ દુર્લભ ઉલ્કાપિંડનું વજન લગભગ ૨.૧ કિલો છે. ઉલ્કાપિંડ પડવાથી જોશુઆના ઘરની છતમાં કાણું પડી ગયું હતું અને ઘરના ભોંયતળિયામાં પણ એ ટુકડો ઊંડે સુધી ખૂંપી ગયો હતો. જોશુઆએ જમીનમાં ખાડો ખોદીને આ ઉલ્કાપિંડ કાઢ્યો ત્યારે પણ તે ખૂબ ગરમ હતો. આ ઉલ્કાપિંડની કિંમત એક ગ્રામના ૮૫૭ અમેરિકન ડૉલર એટલે કે લગભગ ૬૩,૬૫૦ રૂપિયા છે. આ ગ્રામદીઠ વજન કરતાં જોશુઆને લગભગ ૧૦ કરોડ રૂપિયા મળ્યા હતા. જો જોશુઆએ ૩૦ વર્ષ સુધી કાળી મજૂરી કરી હોત અને એકેય રૂપિયો ખર્ચ્યો ન હોત તો પણ આટલા રૂપિયા એકઠા ન થયા હોત. ત્રણ સંતાનના પિતા જોશુઆને તો રાતોરાત લૉટરી લાગી ગઈ છે. જોકે તે સંતાનોના ભણતરના રૂપિયા બાજુએ રાખીને આ પૈસામાંથી એક ચર્ચ બનાવવા માગે છે

offbeat news hatke news indonesia international news