5G સંચાલિત સેલ્ફ-ડ્રાઇવિંગ ફૂડ ટ્રક શરૂ કરી છે કેએફસીએ

25 November, 2020 09:36 AM IST  |  China | Gujarati Mid-day Correspondent

5G સંચાલિત સેલ્ફ-ડ્રાઇવિંગ ફૂડ ટ્રક શરૂ કરી છે કેએફસીએ

કેએફસી સેલ્ફ-ડ્રાઇવિંગ ફૂડ ટ્રક

તૈયાર ખાદ્ય પદાર્થોનો વેપાર કરતી કંપનીઓની વિતરણ પદ્ધતિ અને ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક અવારનવાર ચર્ચાનો વિષય બન્યાં છે. એવી એક કેએફસી કંપનીએ કોરોનાના રોગચાળામાં ફિઝિકલ સોશ્યલ ડિસ્ટન્સિંગ પ્રમોટ કરવા માટે ચીનમાં 5G અનેબલ્ડ સેલ્ફ-ડ્રાઇવિંગ ફૂડ ટ્રક સર્વિસની શરૂઆત કરી છે. એ વાહનોને એક વખત ચાર્જ કર્યા પછી કલાકના ૫૦ કિલોમીટરની મૅક્સિમમ સ્પીડ સાથે ૧૦૦ કિલોમીટરનો પ્રવાસ કરી શકે છે.

કેએફસીના ફ્રાઇડ ચિકનની ગ્રાહકોને ડિલિવરી માટે ફૂડ ટ્રક તરીકે વપરાતાં વાહનો શાંઘાઇની નિયોલિક્સ કંપનીએ બનાવ્યાં છે. કંપનીને આવી ફૂડ ટ્રક્સ બનાવવા માટે ૨૯ મિલ્યન ડૉલર એટલે કે અંદાજે ૨.૧૫ કરોડ રૂપિયાના ઑર્ડર્સ મળ્યા છે. કેએફસી ઉપરાંત પીત્ઝા હટ પણ આ વાહનો વાપરે છે. અગાઉ થાઇલૅન્ડની મોબાઇલ મેડિકેશન ડિસ્પેન્સરી માટે આ પ્રકારનાં વાહનો વપરાતાં હતાં. આ વાહનોની તસવીર સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે.

china offbeat news hatke news coronavirus covid19