કેરળની કોરોના નામની દુકાન રાતોરાત લોકપ્રિય થઈ ગઈ

18 March, 2020 09:42 AM IST  |  Kerala | Gujarati Mid-day Correspondent

કેરળની કોરોના નામની દુકાન રાતોરાત લોકપ્રિય થઈ ગઈ

‘કોરોના’ નામની કાપડની દુકાન

કેરળમાં કોચી શહેરથી ૪૦ કિલોમીટર દૂરના એક ઠેકાણે ‘કોરોના’ નામની કાપડની દુકાન છે. એમાં કપડાં સીવવા માટે દરજીની પણ વ્યવસ્થા છે. એનો દુકાનદાર પારીદ હવે ‘કોરોના-પારીદ’ નામે જાણીતો બન્યો છે. આજકાલ ઘણા લોકો તેની દુકાનની આગળ ઊભા રહીને સેલ્ફી લે છે અને ઘણા લોકો એ દુકાન જોવા દૂરથી વાહનોમાં આવે છે. વાહનોમાં પસાર થતા ઘણા લોકો વાહન ઊભું રાખીને બારીમાંથી ડોક બહાર કાઢીને એ દુકાનને નિહાળે છે. પારીદ કહે છે કે ‘દુકાન શરૂ કરી ત્યારે એનું નામ શોધતો હતો. મેં ડિક્શનરીમાં અનેક નામ જોયાં. એમાંથી મને ‘કોરોના’ નામ પસંદ પડ્યું. નામ નક્કી કરતી વખતે આવા સંજોગો ઊભા થશે એનો મને ખ્યાલ નહોતો.’ આજે કોરોનાનું જે અર્થઘટન થાય છે એનાથી પારીદ ચિંતાતુર છે. એ વાઇરસથી બચવા માટે દુકાનમાં પ્રવેશતા લોકો માટે સૅનિટાઇઝર રાખે છે.

coronavirus kerala offbeat news hatke news