આ છે કેરલાના પોપટલાલ : લગ્ન માટે મોટાં-મોટાં હૉર્ડિંગ લગાડ્યાં

04 November, 2020 06:54 AM IST  |  Kerala | Gujarati Mid-day Correspondent

આ છે કેરલાના પોપટલાલ : લગ્ન માટે મોટાં-મોટાં હૉર્ડિંગ લગાડ્યાં

લગ્ન માટે મોટાં-મોટાં હૉર્ડિંગ લગાડ્યાં આ ભાઈએ

આ હોર્ડિંગ્સ જોતા તમને ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માંનું પોપટલાલનું પાત્ર યાદ આવી જશે. જી હા તમે મોટા-મોટા હોર્ડિંગ બેનર શહેરોમાં જોયા હશે. આ હોર્ડિંગ બેનર સામાન્ય રીતે રાજકીય પાર્ટીઓ સાથે જોડાયેલા હોય છે. કેરળના કોટ્ટયમ જિલ્લામાં હાલ એક દિલચસ્પ હોર્ડિંગ જોવા મળી રહ્યું છે. આ હોર્ડિંગ્સમાં યુવકને લગ્ન માટે છોકરીઓ જોઇની ડિમાન્ડ લખી છે. અનીશ સેબાસ્ટિયનએ એટ્ટુમાનુરની પાસે કનક્કરીમાં એક આરા મશીનની સામે વિશાળ ફ્લેક્સ હોર્ડિંગ લગાવ્યું છે. ૩૫ વર્ષના યુવકે પોતાના ફેસબુક પેજ પર બોર્ડની તસવીર પણ પોસ્ટ કરી છે.

યુવકે બોર્ડ લખ્યું છે કે પોતાને કોઇ માગા આવતા નથી. તે માત્ર જીવનમાં સારા મૂલ્યોને મહત્વ આપે છે.

ફ્લેક્સ બોર્ડમાં યુવાનની એક મોટી તસવીર લગાવી છે. તેમાં તેનો મોબાઇલ નંબર અને વોટ્સએપ નંબર પણ લખ્યો છે. તેમાં એક ઇમેલ આઇડી પણ લખ્યું છે અને લગ્ન માટે છોકરી કે તેના પરિવારને સંપર્ક કરવાનું કહ્યું છે.

kerala offbeat news hatke news national news