22 April, 2019 11:52 AM IST |
પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવતી કપલ
લગ્ન પહેલાં પ્રી-વેડિંગ ફોટોશૂટનો ટ્રેન્ડ હવે ભારતમાં પણ જબરો ફેવરિટ થઈ રહ્યો છે. યુગલો લગ્ન પહેલાંની પળોને યાદગાર બનાવી દેવા માટે કંઈક નવું કરવા તત્પર હોય છે. તાજેતરમાં કેરલના એક યુગલનો પ્રી-વેડિંગ ફોટોશૂટનો વિડિયો વાઇરલ થયો છે. આ યુગલની ઇચ્છા એવી હતી કે તેઓ એક નદીમાં નાવમાં સફર કરતા હોય અને વરસાદ આવી રહ્યો હોય. એ વરસાદમાં તેઓ કેળનાં પત્તાંને છત્ર બનાવીને એકમેકની નિશ્રામાં બચીને રહે. વરસાદ આવતો ન હોવાથી આસપાસના કેટલાક લોકો તેમની પર પાણીની વાછટ નાખી રહ્યા હતા અને સામેથી ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફીનું કામ થઈ રહ્યું હતું.
આ પણ વાંચો : ભૂલથી BSPને બદલે BJPને વોટ આપી દેતા પોતાની જ આંગળી કાપી નાખી
જોકે વરસાદની વાછટોથી બચવાના પ્રયત્નનો અભિનય કરવા જતાં નાવડી હાલકડોલક થઈ અને બન્ને જણ પાણીમાં પડી ગયાં. આસપાસ ઘણા લોકો હતા અને નદી બહુ ઊંડી નહોતી એટલે બચાવકાર્યમાં ખાસ વાંધો ન આવ્યો. નસીબ પણ એટલું સારું કે યુગલ પાણીમાં પડ્યું એ પહેલાં કૅમેરામૅને પર્ફેક્ટ શૉટ ખેંચી લીધો હતો.