પહેલાં હાથ ધૂઓ પછી બેસો રિક્ષામાં

04 June, 2020 08:36 AM IST  |  Kerala | Gujarati Mid-day Correspondent

પહેલાં હાથ ધૂઓ પછી બેસો રિક્ષામાં

રિક્ષા-ડ્રાઇવરે તેની ઑટોમાં હાથ ધોવા માટે સાબુ અને પાણીની વ્યવસ્થા કરી છે

કોરોના વાઇરસ સામે લડવા આખા દેશમાં સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની મથામણ ચાલી રહી છે અને વારંવાર સાબુથી હાથ ધોઈને પણ વાઇરસને દૂર રાખવાનો સંદેશ સતત અપાઈ રહ્યો છે. આવામાં કેરળના એક રિક્ષા-ડ્રાઇવરનો વિડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં તે પોતે જ નહીં પણ પોતાની રિક્ષામાં બેસતા પ્રવાસીઓને પણ કોરોનાને દૂર રાખવા માટેના નિયમોનું પાલન કરવા પ્રેરી રહ્યો છે. ટિકટૉક પર વાઇરલ થયેલા આ વિડિયોમાં રિક્ષા-ડ્રાઇવરે તેની ઑટોમાં હાથ ધોવા માટે સાબુ અને પાણીની વ્યવસ્થા કરી છે અને ઉતારુને રિક્ષામાં બેસતાં પહેલાં હાથ ધોવા વીનવે છે.

ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ ટ્વિટર પર વિડિયો શૅર કર્યો છે અને કૅપ્શનમાં લખ્યું છે હાથ ધોવા અને સૅનિટાઇઝ કરવાની સુવિધા ધરાવતી ઑટો. ઑટો-ડ્રાઇવરની આ પહેલને તેમણે કોરોના ઇન્વેન્શન તરીકે ગણાવી છે.

ટ્વિટર પર શૅર કર્યાના થોડા જ કલાકોમાં આ વિડિયોને ૩૦,૫૦૦ વ્યુઝ મળ્યા છે તથા અનેક લોકોએ રિક્ષાવાળાની આ પહેલને બિરદાવી છે.

kerala offbeat news hatke news national news