આ છે વિશ્વનું સફેદ જિરાફ, શિકાર નહીં થાય એટલે બેસાડાયું GPS ડિવાઈસ

22 November, 2020 07:33 AM IST  |  Kenya | Gujarati Mid-day Correspondent

આ છે વિશ્વનું સફેદ જિરાફ, શિકાર નહીં થાય એટલે બેસાડાયું GPS ડિવાઈસ

સફેદ જિરાફ

વિશ્વમાં દુર્લભ થતાં જતાં કેટલાંક વન્ય પ્રાણીને જાળવવા દરેક દેશના જંગલ ખાતાના કર્મચારીઓ વિશેષ સક્રિય બની રહ્યા છે. વન્ય પ્રાણીઓના ધામ સમાન ગણાતાં ક્ષેત્રોમાં મુખ્ય એવા આફ્રિકા ખંડમાં કેટલાંક પશુઓ અને પશુઓની કેટલીક જાતિઓ ‘દુર્લભ’ની કક્ષામાં મુકાઈ રહ્યાં છે. તાજેતરમાં આફ્રિકાના કેન્યામાં સફેદ રંગનું જિરાફ જોવા મળ્યું હતું. સફેદ રંગના જિરાફનો એ છેલ્લો નમૂનો હોવાનું મનાય છે. એ નર જિરાફને શિકારીઓથી બચાવવા માટે તેના એક શિંગડા પર જીપીએસ ટ્રૅકિંગ ડિવાઇસ લગાવ્યું છે. એક માદા જિરાફ અને તેના બચ્ચાને ગયા માર્ચ મહિનામાં શિકારીઓએ મારી નાખ્યા પછી આ નર જિરાફ એકલું અને એકમાત્ર રહ્યું હોવાનું ઇશાકબિની  હિરોલા કમ્યુનિટીકૉન્ઝર્વેશનના નિષ્ણાતોનું માનવું છે. નિષ્ણાતોના મતે હાલમાં જીવતું આ નર સફેદ જિરાફ માર્ચ મહિનામાં ખતમ કરવામાં આવેલા માદા જિરાફનું જ બચ્ચું છે.

આ જીપીએસને કારણે હવે દર કલાકે જિરાફની મૂવમેન્ટ વિશે અભયારણ્યના કૅરટેકર્સને સિગ્નલ્સ મળતા રહેશે. આને કારણે જિરાફ મુક્તપણે જંગલમાં વિહરી પણ શકે છે અને શિકારીઓના હાથે એ ન ચડી જાય એ માટે રખેવાળો એની કાળજી પણ રાખી શકે છે.

kenya offbeat news hatke news