કેન્યાનો સોલર પાવર પ્લાન્ટ દરરોજ ૩૫,૦૦૦ લોકોને પાણી પૂરું પાડે છે

29 November, 2019 09:21 AM IST  |  Kenya

કેન્યાનો સોલર પાવર પ્લાન્ટ દરરોજ ૩૫,૦૦૦ લોકોને પાણી પૂરું પાડે છે

કેન્યાનો સોલર પાવર પ્લાન્ટ

આફ્રિકાના દેશ કેન્યાના કિયુન્ગાના ૩૫,૦૦૦ રહેવાસીઓેને GivePower નામના NGO દ્વારા સંચાલિત સોલર વૉટર ફાર્મની મદદથી પીવાના પાણીનો પુરવઠો મળે છે. આજે આપણે રસોડાના નળમાંથી આપણા પ્યાલામાં પાણી રેડતી વખતે બે વખત વિચારતા નથી, પરંતુ દુનિયાના બાવીસ અબજ લોકોને સુરક્ષિત પીવાલાયક પાણી મળતું નથી. આફ્રિકાના કેન્યામાં એ સમસ્યાના ઉકેલની દિશામાં GivePower નામના NGOએ નોંધપાત્ર પ્રયાસ કર્યો છે. NGOએ કેન્યાના પૂર્વ કાંઠા પરના કિયુન્ગા ગામમાં ખારા પાણીને મીઠું બનાવવા માટે સોલર પાવર્ડ ડિસેલિનેશન પ્લાન્ટ - સોલર વૉટર ફાર્મની સ્થાપના કરી છે. સોલર પૅનલ્સ દ્વારા પ્રાપ્ત ઊર્જાથી પેદા થતી ૫૦ કિલોવૉટ ઊર્જા વડે બે વૉટર પમ્પ્સ ૨૪ કલાક ચાલે છે. એમાં ખારું અને દૂષિત પાણી પીવાલાયક બને છે. ઘણાં વર્ષોથી સતત સૂકા દુકાળનો સામનો કરતા કેન્યાના પૂર્વ કાંઠાના પ્રદેશમાં ખારું અને દૂષિત પાણી પીવાને કારણે કોલેરા અને મરડા જેવી પાણીના જંતુઓને કારણે થતી બીમારીઓ લોકોમાં વ્યાપક હતી. સોલર વૉટર ફાર્મના ડિસેલિનેશન પ્લાન્ટ દ્વારા શુદ્ધ અને સ્વચ્છ પાણી મળતાં એ બીમારીઓનો વ્યાપ ઘટવા માંડ્યો છે.

kenya offbeat news hatke news