ઢૂંઢતે રહે જાઓગે, ચલો શોધી બતાવો આ તસવીરમાં ક્યાં છે ગરોળી

02 June, 2020 06:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઢૂંઢતે રહે જાઓગે, ચલો શોધી બતાવો આ તસવીરમાં ક્યાં છે ગરોળી

ગરોળી

સોશિયલ મીડિયા પર વાઈલ્ડ લાઈફ ફોટોઝ અને વીડિયોઝ ઘણા વાઈરલ થતા જોવા મળી રહ્યા છે અને એ લોકોને પસંદ પણ આવે છે. હાલ કોરોના વાઈરસે આખા વિશ્વમાં આતંક ફેલાવી રાખ્યો છે અને એનાથી બચવા સરકારે લૉકડાઉનની જાહેરાત કરી છે. કોરોના વાઈરસના લીધે લોકોનો હાલ બેહાલ થઈ ગયો છે અને આવો જ હાલ પ્રાણીઓનો પણ જોવા મળી રહ્યો છે. રસ્તો સૂમસામ હોવાથી તેઓ પણ રસ્તા પર ભૂખ્યા અને તરસ્યા ભટકી રહ્યા છે અને ખાવા માટે શિકારની શોધમાં નીકળી પડ્યા છે.

વરિષ્ઠ ભારતીય વન સેવાના અધિકારી રમેશ પાંડેએ હાલમાં જ ટ્વિટર પણ એક સુંદર તસવીર પોસ્ટ કરી છે અને એ તસવીર જોઈને લોકો ઘણા આશ્ચર્યચકિત થઈ ગયા છે. અધિકારી રમેશ પાંડેએ એક તસવીર શૅર કરતા લખ્યું છે કે, ગરોળીને શોધી બતાવો. તસવીરમાં જોઈ શકાય કે ઝાડ પર ઘણા સૂકાં પાંદડાં છે. જોકે તસવીરને થોડી નજીકથી જુઓ, અને તમને લાગે છે કે વાસ્તવમાં ફ્રેમની વચ્ચે ગરોળી બેઠી છે, પરંતુ તમને લાગશે કે આ સૂકાં પાંદડામાં ગરોળીનો આકાર છે. પણ વાસ્તમાં ત્યાં ગરોળી બેઠી છે.

આ ગરોળીને 2009માં ક્લિક કરવામાં આવી હતી. આ તસવીરને એન્ડાસિબે-મન્ટાડિયા નેશનલ પાર્કમાંથી ખેંચવામાં આવી હતી. રમેશ પાંડેએ લખ્યું, સેટેનિક લીફ-ટેલ્ડ ગરોળી(શેતાની પર્ણ પૂંછડીવાળી ગરોળી) મેડાગાસ્કરના રેનફૉરેસ્ટની મૂળ નિવાસી છે. એની પૂંછડી પાનની જેમ હોય છે અને તેને પાતળી શાખા પર બેસવાની અને આસપાસના વાતાવરણને અનુરૂપ થવાની ક્ષમતા છે.

આ તસવીર 3 દિવસ પહેલા શૅર કરવામાં આવી છે. ટ્વિટર પર આ ફોટોની સૌથી સુંદરતા ઘણી વધી રહી છે અને લોકો એના ઘણા વખાણ કરી રહ્યા છે. ટ્વિટર પર આ તસવીરને 398થી વધારે લાઈક્સ અને 63 રિ-ટ્વિટ્સ થઈ ચૂક્યા છે.

એક યૂઝરે લખ્યું કે, આ તસવીર મેં પહેલીવાર જોઈ છે. બહુ જ સુંદર છે. જ્યાં બીજા યૂઝરે લખ્યું, વાહ, એવું લાગી રહ્યું છે જેમ સૂકાં પાંદડા છે. સેટેનિક લીફ-ટેલ્ડ ગેકો એક એવી પ્રજાતિ છે જે મેડાગાસ્કરમાં સ્થિત છે. તે વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળતું નથી.

offbeat news hatke news national news