બૉડીબિલ્ડરે પહેલાં સેક્સ-ડૉલને પ્રપોઝ કર્યું અને પછી લગ્ન કર્યાં

27 November, 2020 07:59 AM IST  |  Kazakhstan | Gujarati Mid-day Correspondent

બૉડીબિલ્ડરે પહેલાં સેક્સ-ડૉલને પ્રપોઝ કર્યું અને પછી લગ્ન કર્યાં

બૉડીબિલ્ડરે પહેલાં સેક્સ-ડૉલને પ્રપોઝ કર્યું

સોશ્યલ મીડિયામાં એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં એક બૉડીબિલ્ડરે તેની સેક્સ-ડૉલ સાથે લગ્ન કર્યાં છે. કઝકસ્તાનના આ બૉડીબિલ્ડર યુરી ટોલ્કોકોએ ૨૦૧૯ના ડિસેમ્બરમાં માર્ગો નામની આ સેક્સ-ડૉલ સમક્ષ લગ્નની દરખાસ્ત મૂકી હતી. તેની ઇચ્છા તો માર્ચ મહિનામાં જ લગ્ન કરવાની હતી, પરંતુ લૉકડાઉનને કારણે તેની બધી યોજના અટકી ગઈ હતી. આ ઉપરાંત ઑક્ટોબરમાં ટ્રાન્સજેન્ડરના ટોળાએ તેના પર હુમલો કર્યો હતો. જોકે અંતે તેમના બન્નેનાં લગ્ન થઈ ગયાં હતાં.

ટોલ્કોકોના મતે માર્ગો પોતાના દેખાવ માટે વિશેષપણે સજાગ હતી, એથી એનામાં થોડા ફેરફાર કરાવવા માટે તે માર્ગોને ક્લિનિકમાં લઈ ગયો હતો.

હકીકતમાં જ્યારે તેણે માર્ગોની તસવીર સોશ્યલ મીડિયા પર શૅર કરી ત્યારે તેની ખૂબ ટીકા કરી જેને કારણે માર્ગોની પ્લાસ્ટિક સર્જરી કરવાનો નિર્ણય લીધો હતો.

kazakhstan offbeat news hatke news