10 વર્ષની આ છોકરીએ ચક્રાસન રેસમાં રેકૉર્ડ નોંધાવ્યો

25 February, 2020 07:37 AM IST  |  Karnataka

10 વર્ષની આ છોકરીએ ચક્રાસન રેસમાં રેકૉર્ડ નોંધાવ્યો

આ છોકરીએ ચક્રાસન રેસમાં રેકૉર્ડ નોંધાવ્યો

કર્ણાટકના ઉદયવારની ૧૦ વર્ષની તનુશ્રી પિથરોડીએ ૧૦૦ મીટરની ચક્રાસન રેસ એક મિનિટ અને ૧૪ સેકન્ડમાં પૂરી કરી વિશ્વવિક્રમ બનાવ્યો છે. તનુશ્રીનું નામ ગોલ્ડન બુક ઑફ રેકૉર્ડ્સમાં નોંધાયું છે. આ પહેલાં હિમાચલ પ્રદેશની રામપુર ભુશરની સમીક્ષા ડોગરાના નામે આ રેકૉર્ડ હતો જેણે ૬.૨ મિનિટમાં ૧૦ મીટરની ચક્રાસન રેસ પૂરી કરી હતી.

ગોલ્ડન બુકના વડા મનીષ બિશ્નોઈએ રવિવારે તનુશ્રીને સર્ટિફિકેટ આપ્યું હતું. છઠ્ઠા ધોરણમાં ભણતી તનુનો આ પાંચમો રેકૉર્ડ છે. આ પહેલાં તેણે યોગાસન મુદ્રામાં એક મિનિટમાં ૬૨ વખત ફરવા અને ૧.૪૦ મિનિટમાં ઝડપી ગતિએ ૧૦૦ વખત આગળની તરફ ફરવાનો રેકૉર્ડ બનાવ્યો છે. માથું સ્થિર રાખીને સૌથી વધુ વખત ફરવાનો રેકૉર્ડ પણ તેના નામે છે.

karnataka offbeat news hatke news