ફોટોગ્રાફીની અનોખી ચાહત, કૅમેરા-શેપનું ઘર બનાવી દીધું

15 July, 2020 07:02 AM IST  |  Karnataka | Gujarati Mid-day Correspondent

ફોટોગ્રાફીની અનોખી ચાહત, કૅમેરા-શેપનું ઘર બનાવી દીધું

કૅમેરા-શેપનું ઘર

કર્ણાટકના બેલગામમાં રહેતા ૪૯ વર્ષના ફોટોગ્રાફર રવિ હોંગલની ફોટોગ્રાફીની ચાહત એવી જબરદસ્ત છે કે તેણે પોતાનું ઘર પણ કૅમેરાના આકારનું બનાવ્યું છે અને તેના દીકરાઓનાં નામ નિકૉન, કૅનન અને એપ્સન રાખ્યાં છે. વિન્ટેજ કૅમેરાના આકારનું ભવ્ય ઘર બનાવવા માટે રવિએ ૭૨ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. એ ઘરની બારીઓ કૅમેરાના લેન્સ જેવી છે. એ ઉપરાંત એમાં ફ્લૅશ અને જંગી કદનું એસડી કાર્ડ પણ છે.

બેલગામના સ્થાનિક ન્યુઝ-બ્લૉગમાં જણાવવામાં આવ્યા પ્રમાણે રવિ હોંગલ બાળપણમાં ભણવામાં હોશિયાર નહોતો, પણ તેને ફોટોગ્રાફીનો જબરો શોખ હતો. રવિ પેન્ટાક્સ અને ઝેનિથ કૅમેરા લઈને બહાર નીકળી પડતો અને તસવીરો લેતો રહેતો. તેને એવો આત્મવિશ્વાસ હતો કે તે ભણવામાં આગળ નહીં વધે તો પણ ફોટોગ્રાફી દ્વારા તે સારી કમાણી કરી લેશે. તેનો એ આત્મવિશ્વાસ સાચો ઠર્યો હતો. તેણે ફોટોગ્રાફીનો ધંધો શરૂ કરતાં થોડાં વર્ષોમાં જોરદાર જમાવટ કરી. પત્ની રાનીના નામે સ્ટુડિયો શરૂ કર્યો. રવિએ તેના ત્રણ દીકરાનાં નામ જાણીતી કૅમેરા કંપનીઓનાં નામે રાખ્યાં છે. ખાસ કરીને રવિના ઘરનું ઇનન્ટીરિયર જોતાં તેની ફોટોગ્રાફી અને કૅમેરા માટેની ચાહત ઉજાગર થાય છે.

karnataka offbeat news hatke news national news