પુત્ર માટે 60 વર્ષની પત્નીએ પતિનાં બીજાં લગ્ન સામેથી કરાવી આપ્યાં

21 December, 2019 09:50 AM IST  |  Jharkhand

પુત્ર માટે 60 વર્ષની પત્નીએ પતિનાં બીજાં લગ્ન સામેથી કરાવી આપ્યાં

60 વર્ષની પત્નીએ પતિનાં બીજાં લગ્ન કરાવી આપ્યા

દીકરા વિના વંશ આગળ ન વધે એ માન્યતા હજીયે ભારતમાં ઠેર-ઠેર જોવા મળે છે. માત્ર દીકરીઓ ધરાવતા લોકો દીકરો મેળવવા માટે કંઈક ગતકડાં કરતા હોય છે. તાજેતરમાં ઝારખંડના રાજનગર પાસેના ચાવરબાંધાના રહેવાસી લાલમોહન મહતોએ ૬૦ વર્ષની વયે દીકરા માટે બીજાં લગ્ન કર્યાં. ૩૦ વર્ષ પહેલાં એ ભાઈનાં લગ્ન સરલા નામની મહિલા સાથે થઈ ચૂક્યાં હતાં અને તેમને હાલમાં બે દીકરીઓ છે. નવાઈની વાત એ છે કે તેમની એક દીકરીનાં લગ્ન પણ થઈ ગયાં છે અને છતાં લાલમોહનને દીકરાની આકાંક્ષા હજીયે કનડી રહી હતી. માત્ર દીકરો મેળવવા માટે તેમણે બીજાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. જોકે એમાં સરલાબહેને પોતે જ પહેલ કરી હતી જેથી તેમના પરિવારને કોઈ કુળદીપક મળે. છોટાખીરી વિસ્તારમાં રહેતી ૩૫ વર્ષની ચૈતી નામની મહિલાને પણ અન્ય જગ્યાએ લગ્ન થવામાં તકલીફ પડી રહી હતી એટલે તેનાં લગ્ન ૬૦ વર્ષના લાલમોહન સાથે કરાવવામાં આવ્યાં. આ લગ્નમાં પહેલી પત્ની સરલા અને તેના પરિવારજનો પણ સામેલ થયાં હતાં. હવે આશા છે કે તેમના ઘરે દીકરાનું પારણું બંધાય. 

આ પણ વાંચો : પાંચ વર્ષની છોકરીએ કુકીઝ વેચીને 100 સ્ટુડન્ટ્સની લંચ-ફી ચૂકવી

સમાજસેવક રામરતન મહતોએ જણાવ્યું હતું કે બન્ને પરિવાર ખુશીથી પરસ્પર સંબંધ જાળવે તો એનાથી રૂડું બીજું કાંઈ નથી.

jharkhand offbeat news hatke news