સ્ટેશન પર ટ્રેન અટકી પડતાં પોલીસ પ્રવાસીના બાળક માટે ઘરેથી દૂધ લઈ આવી

20 June, 2020 08:06 AM IST  |  Jharkhand | Gujarati Mid-day Correspondent

સ્ટેશન પર ટ્રેન અટકી પડતાં પોલીસ પ્રવાસીના બાળક માટે ઘરેથી દૂધ લઈ આવી

પ્રવાસીના બાળક માટે ઘરેથી દૂધ લઈ આવી મહિલા પોલીસ

ઝારખંડના હતિયા સ્ટેશન પર એક મહિલા રેલવે-પોલીસને તેના બાળક માટે દૂધની વ્યવસ્થા કરવા વિનંતી કરી રહી હતી. તેની વાત સાંભળીને સ્ટેશનની નજીકમાં જ ઘર ધરાવતી આ મહિલા પોલીસ અધિકારી ઘરેથી બૉટલમાં દૂધ ભરીને લઈ આવી હતી. રાંચીના ડિવિ‌ઝનલ રેલવે મૅનેજરે આ ઘટનાને ટ્‍‍વિટર પર શૅર કરી છે.

ચાર મહિનાના બાળક સાથે બૅન્ગલોરથી ગોરખપુર પ્રવાસ કરી રહેલી મેહરુન્નિસાએ હતિયા સ્ટેશન પર રેલવે-પોલીસને તેના બાળક માટે દૂધની વ્યવસ્થા કરવા વિનંતી કરી હતી. અસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર સુશીલા બરૈકે આ વાત સાંભળતાં પોતાનાથી બનતી મદદ કરવા તેણે સ્ટેશનથી નજીક આવેલા પોતાના ઘર ભણી દોટ લગાવી હતી. તે ઘરે જઈને બાળક માટે દૂધ લઈ આવી હતી.

jharkhand offbeat news hatke news national news