જપાનની આ માછલી 226 વર્ષ જીવી

25 February, 2021 07:30 AM IST  |  Japa

જપાનની આ માછલી 226 વર્ષ જીવી

હનાકો માછલી

વિશ્વનાં અત્યંત દીર્ઘ આયુષ્ય ધરાવતાં પ્રાણીઓમાં કાચબા, હાથી, સર્પો અને માછલીઓની કેટલીક જાતિઓ નોંધપાત્ર છે. કોઈ જાતિની માછલીઓ લાંબા આયુષ્ય માટે જાણીતી નથી, પરંતુ જપાનમાં કોઈ માછલીના લાંબા આયુષ્યનો અસાધારણ કિસ્સો નોંધાયો છે. જપાનમાં હનાકો નામે ઓળખાતી કોઈ માછલી ૧૯૭૭માં મૃત્યુ પામી ત્યારે એ ૨૨૬ વર્ષની હતી. ઘેરા લાલ રંગની એ માછલીનો જન્મ ૧૭૫૧માં થયો હતો. ઘણાં વર્ષો સુધી એ પાળેલી માછલી હતી. છેલ્લે એ માછલી જેમના તાબામાં હતી એ ડૉ. કોમેરી કોશીહારાએ ૧૯૬૬માં નિપ્પોન હોસો ક્યોકાઈ રેડિયો સ્ટેશન પર તેમની ‘મત્સ્યકથા’ વર્ણવી હતી. ડૉ. કોશીહારાએ નાગોયા વિમેન્સ કૉલેજની લૅબોરેટરી ઑફ ઍનિમલ સાયન્સના પ્રોફેસર માસાયોશી હીરો પાસે હનાકો - કોઈ માછલીની ઉંમરનું પરીક્ષણ કરાવ્યું હતું. ૭૦ સેન્ટિમીટર લાંબી એ માછલીનું વજન ૭.૫ કિલો છે. એ માછલી કોશીહારા પરિવારની અનેક પેઢીઓના તાબામાં રહી ચૂકી છે.

japan offbeat news hatke news international news