જપાનનું બુક સૅનિટાઇઝિંગ મશીન સોશ્યલ મીડિયામાં હિટ

13 June, 2020 08:04 AM IST  |  Japan | Gujarati Mid-day Correspondent

જપાનનું બુક સૅનિટાઇઝિંગ મશીન સોશ્યલ મીડિયામાં હિટ

બુક સૅનિટાઇઝિંગ મશીન

આજે આપણે દરેક ચીજને હાથમાં લેતાં પહેલાં કઈ રીતે સૅનિટાઇઝ કરવી એની ચિંતા કરતા થઈ ગયા છીએ. જો લાઇબ્રેરીમાં જવાનું થાય તો પુસ્તકોનું શું કરવાનું? આ માટે જપાનમાં ઑલરેડી બુક સૅનિટાઇઝર ઉપલબ્ધ છે. કોરોનાનો રોગચાળો ફાટી નીકળ્યો એ પહેલાંથી એ બુક સૅનિટાઇઝર જપાનમાં મળે છે. વિડિયોમાં એક યુવાન અવન જેવું દેખાતું સાધન બતાવે છે. એ જ બુક સૅનિટાઇઝર છે. ‘થિંગ્સ ઇન જપાન જસ્ટ મેક સેન્સ’ શીર્ષક ધરાવતી વિડિયો-ક્લિપમાં પુસ્તકને સહેલાઈથી સૅનિટાઇઝ  કેવી રીતે કરવું એનાં પગલાં બતાવવામાં આવ્યાં છે. અલ્ટ્રા વાયલેટ કિરણો દ્વારા ચાલતું આ સૅનિટાઇઝર મશીન પુસ્તકોને ઊધઈ તથા અન્ય જંતુઓ અને વ્યાધિઓથી બચાવવા માટે વપરાય છે. સોશ્યલ મીડિયા પર આ મશીનનાં જબરાં વખાણ થઈ રહ્યાં છે. કોરોનાકાળ પછી લાઇબ્રેરીમાં આવું બુક સૅનિટાઇઝર ઘણું કામ લાગશે એવું લાગે છે. 

japan offbeat news hatke news international news